નૈનીતાલની આ સ્કૂલમાં 82 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં હડકંપ, જાણો વિગત
તાજેતરમાં જ શાળાના આચાર્ય સહિત કેટલાક પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 488 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો
નૈનીતાલ: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાંથી ડરામણા સમાચાર આવ્યા છે. નૈનીતાલ જિલ્લાની નવોદય વિદ્યાલયમાં 82 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે કેટલાક બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શાળાના આચાર્ય સહિત કેટલાક પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 488 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે 82 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના ચાર નવા કેસ
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના ચાર નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા છે અને 284 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,801 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1525 થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 145,44,13,005 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 25,75,225 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કુલ કેસઃ 3 કરોડ 48 લાખ 89 હજાર 132
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 84 હજાર 561
એક્ટિવ કેસઃ 1 લાખ 22 હજાર 801
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 81 હજાર 770
આ પણ વાંચોઃ ગુજરાતનું આ ગામ ઓળખાય છે આફ્રિકા તરીકે, જાણો ભારતના આ ગામડાઓની અજાયબી
હાઇકોર્ટનો ચુકાદોઃ લગ્ન પહેલા બીમારી છુપાવવી છેતરપિંડી, રદ્દ થઈ શકે છે લગ્ન
Elections 2022: દેશના આ રાજ્યોમાં ચાલુ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી, 137 લોકસભા સીટનો મળશે વર્તારો
Kheda: હવસખોર સાવકા પિતાએ 11 વર્ષની છોકરી સાથે વારંવાર શરીર સુખ માણીને કરી દીધી પ્રેગનન્ટ, જાણો વિગત
Education Loan Information:
Calculate Education Loan EMI