શોધખોળ કરો

GATE 2023 Result: પરિણામ જાહેર, iitk.ac.in પર જઇને આ સ્ટેપ્સથી કરો ચેક, જાણો આખી પ્રૉસેસ.....

ફેબ્રુઆરી, 21 એ રિલીઝ થનારી આન્સર કી પ્રૉવિઝનલ હતી. આના પર કેન્ડિડેટ્સ પાસે આપત્તિ માંગવામાં આવી હતી.

IIT Kanpur Releases GATE 2023 Result: ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલૉજી, કાનપુરે ગેટ પરીક્ષા 2023નુ  પરિણામ જાહેર કરી દીધુ છે. કેન્ડિડેટ્સ જેમને આ પરીક્ષા આપી છે, તે આઇઆઇટી કાનપુરની વેબસાઇટ પર જઇને પરિણામ ચેક કરી શકે છે. આવુ કરવા માટે ગેટ આઇઆઇટીની ઓફિશિયલ વેબસાઇટનું એડ્રેસ એ છે - gate.iitk.ac.in. ઉલ્લેખનીય છે કે, ગેટ પરીક્ષાનું આયોજન  4, 5, 11 અને 12 ફેબ્રુઆરી, 2023 એ દિવસે કરવામાં આવ્યુ હુત. આની રિસ્પૉન્સ શીટ 15 ફેબ્રુઆરી, 2023ના દિવસે જાહેર થઇ હતી, અને આ પછી પ્રૉવિઝનલ આન્સર કી રિલીઝ કરવામાં આવી હતી. પ્રૉવિઝનલ આન્સર કી 21 ફેબ્રુઆરી, 2023 ના દિવસે રિલીઝ થઇ હતી. 

આ તારીખ સુધી માંગવામાં આવી હતી આપત્તિ - 
ફેબ્રુઆરી, 21 એ રિલીઝ થનારી આન્સર કી પ્રૉવિઝનલ હતી. આના પર કેન્ડિડેટ્સ પાસે આપત્તિ માંગવામાં આવી હતી.આ ઓબ્ઝેક્શન 22 થી 25 ફેબ્રુઆરી, 2023 સુધી કરવામાં આવી હતી. હવે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે, સાથે જ આન્સર કી પણ રિલીઝ થઇ છે. રિઝલ્ટ જોવા માટે નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરી શકાય છે. 

આટલા શહેરોમાં આયોજિત થઇ હતી પરીક્ષા - 
ગેટ 2023 નું આયોજન 29 વિષયો માટે કરવામાં આવ્યુ હતુ, દરેક પેપર ત્રણ કલાકનું હતુ, જેમાં કુલ 65 સવાલો આવ્યા  હતા, આમાંથી 10 સવાલ જનરલ એપ્ટીટ્યૂડના હતા, અને 55 સવાલ વિષય પર આધારિત હતા, એક્ઝામ 22 થી વધુ શહેરોમાં આયોજિત કરવામાં આવી હતી હતી, જે 8 જૉન્સમાં વહેંચવામાં આવી હતી. 

રિઝલ્ટ જોવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો  -
પરિણામ જોવા માટે સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ પર જાઓ, એટલે કે  gate.iitk.ac.in પર.
અહીં Result નામની લિન્ક આપવામાં આવી છે, જેના પર ક્લિક કરો. 
આમ કરવા પર પેઝ ખુલશે તેના પર લૉગિન ક્રેડિન્શિયલ્સ નાંખો અને સબમિટ કરી દો.
આટલું કરતાં જ પરિણામ પોતાના કૉમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
અહીંથી રિઝલ્ટ ચેક કરો, ડાઉનલૉડ કરો, ઇચ્છો તો પ્રિન્ટ પણ કાઢી લો.
પરિણામ જોવા માટે આ ડાયરેક્ટ લિન્ક પર પણ ક્લિક કરી શકો છો. 

CUET-UG Exam 2023: હવે બે નહીં પણ ત્રણ શિફ્ટમાં આયોજીત થશે પરીક્ષાઓ  -

CUET UG Exam: યુનિવર્સિટી ગ્રાંટ કમિશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનના ચેરમેને નિર્ણય લીધો છે કે, હવેથી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ (CUET UG) બેને બદલે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. અગાઉ યુજીસીએ ગયા વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે, તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષા દ્વારા હાથ ધરવામાં આવશે.

યુજીસીના અધ્યક્ષ એમ. જગદેશ કુમારે એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ હવે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. તેમજ JEE અને NEET જેવી મહત્વની પ્રવેશ પરીક્ષાઓ સાથે તેને મર્જ કરવાની યોજના ઓછામાં ઓછા બે વર્ષ અગાઉ જાહેર કરવામાં આવશે. યુજીસીના અધ્યક્ષે માહિતી આપી હતી કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ બાબત સુનિશ્ચિત કરવા માટે સજ્જ છે કે, CUET-UGની બીજી આવૃત્તિ ભૂલ-મુક્ત છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગત વખતે પરીક્ષા દરમિયાન ઘણી ખામીઓ સામે આવી હતી, પરંતુ આ વર્ષે તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. વિદ્યાર્થીઓના અનુભવને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમે ખાતરી આપવા માટે તૈયાર છીએ કે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ નહીં થાય. વિદ્યાર્થીઓએ માત્ર તેમની પરીક્ષાની જ ચિંતા કરવી.

13 ભાષાઓમાં લેવામાં આવશે પરીક્ષા

આ વખતે અંડર ગ્રેજ્યુએટ યુનિવર્સિટી ટેસ્ટ 21 થી 31 મે 2023 દરમિયાન લેવામાં આવશે. CUET UG 13 ભાષાઓમાં હાથ ધરવામાં આવશે. જેમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુનો સમાવેશ થાય. NTAએ દેશમાં લગભગ 1,000 પરીક્ષા કેન્દ્રોની ઓળખ કરી છે, જેમાંથી દરરોજ 450-500 પરીક્ષા કેન્દ્રોનો પરીક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણAhmedabad NRI murder Case:  અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયોRajkot News: રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Embed widget