શોધખોળ કરો

OBC, SC કે ST, કઇ કેટેગરીમાંથી વધુ બને છે IAS, IPS અને IFS ? સરકારે આપ્યો જવાબ

સંસદમાં સરકારને IAS, IPS અને IFSની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું. સરકારને પૂછવામાં આવ્યું કે SC, ST અને OBCમાંથી અત્યાર સુધીમાં કેટલા IAS, IPS અને IFS અધિકારીઓ છે

આ દિવસોમાં દેશમાં IAS ઓફિસરોની ઘણી ચર્ચા છે. ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર કેસે UPSC પર ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાસ્તવમાં, પૂજા પર UPSCમાં સિલેક્ટ થવા માટે માહિતી છૂપાવવાનો અને OBC નૉન-ક્રિમીલેયર ક્વૉટા અને વિકલાંગતા સર્ટિફિકેટની મદદ લેવાનો આરોપ છે.

ઠીક છે, આજે આપણે પૂજા ખેડકર વિશે નહીં પરંતુ વર્ષ 2018 થી 2022 દરમિયાન UPSC દ્વારા પસંદ કરાયેલા OBC, SC અને ST, IAS, IPS અને IAFS અધિકારીઓની સંખ્યા વિશે જાણીશું. વાસ્તવમાં સંસદમાં આને લગતા સવાલોના જવાબમાં સરકારે તેના આંકડા જાહેર કર્યા છે.

સરકારે શું કહ્યું 
સંસદમાં સરકારને IAS, IPS અને IFSની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું. સરકારને પૂછવામાં આવ્યું કે SC, ST અને OBCમાંથી અત્યાર સુધીમાં કેટલા IAS, IPS અને IFS અધિકારીઓ છે. મોદી સરકારમાં મંત્રી ડો. જિતેન્દ્રસિંહે આ પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFS)માં ભરતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કરવામાં આવે છે. તે નિયમો અનુસાર કરવામાં આવે છે.

હાલની સૂચનાઓ અનુસાર, IAS, IPS અને IFS ની ભરતીમાં, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ને 15%, 7.5% અને 27% ના દરે અનામત મળ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં કેટલી થઇ ભરતી 
સંસદમાં આપેલા પોતાના જવાબમાં મોદી સરકારના મંત્રી ડો. જીતેન્દ્રસિંહે કહ્યું કે વર્ષ 2018માં OBCમાંથી 54 IAS, 40 IPS અને 40 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે, આ વર્ષે SC ક્વૉટામાંથી 29 IAS, 23 IPS અને 16 IFS ની ભરતી કરવામાં આવી હતી. ST ક્વૉટા વિશે વાત કરીએ તો, વર્ષ 2018 માં ST ક્વૉટામાંથી 14 IAS, 9 IPS અને 8 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

2019ની વાત કરીએ તો OBC ક્વૉટામાંથી 61 IAS, 42 IPS અને 33 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. SC ક્વૉટામાંથી 28 IAS, 24 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ST ક્વૉટામાંથી 14 IAS, 9 IPS અને 7 IFS અધિકારીઓની ભરતી કરવામાં આવી હતી. 2020 માં, 61 IAS, 41 IPS અને 31 IFS અધિકારીઓની OBCમાંથી ભરતી કરવામાં આવી હતી. SC ક્વૉટાની વાત કરીએ તો આ ક્વૉટામાંથી 25 IAS, 23 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. ST ક્વૉટામાંથી 13 IAS, 10 IPS અને 6 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

2021 અને 2022ની વાત કરીએ તો વર્ષ 2021માં OBCમાંથી 54 IAS, 57 IPS અને 34 IFSની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022 માં, 58 IAS, 49 IPS અને 40 IFS અધિકારીઓની OBC કેટેગરીમાં પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 2021 માં SC ક્વૉટામાંથી 30 IAS, 28 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે 2022માં 28 IAS, 25 IPS અને 16 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. ST ક્વૉટાની વાત કરીએ તો વર્ષ 2021માં ST ક્વૉટામાંથી 13 IAS, 14 IPS અને 7 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. 2022ની વાત કરીએ તો, ST ક્વોટામાંથી 14 IAS, 20 IPS અને 8 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget