ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 348 પદ પર ભરતી, કાલે અરજી કરવાની અંતિમ તારીખ
સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ 348 ગ્રામીણ ડાક સેવક (GDS) પદો માટે ભરતીની જાહેરાત કરી છે.

સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ 348 ગ્રામીણ ડાક સેવક (GDS) પદો માટે ભરતીની જાહેરાત કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે 29 ઓક્ટોબર, 2025 છે. જો તમે આ સુવર્ણ તકનો ભાગ બનવા માંગતા હોય તો તાત્કાલિક અરજી કરો. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ, ippbonline.com પર જઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. અરજી કર્યા પછી ફોર્મના પ્રિન્ટઆઉટ 13 નવેમ્બર, 2025 સુધી ઉપલબ્ધ રહેશે.
આ ગ્રામીણ ડાક સેવક (GDS) પદો માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. તમારી પાસે આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સમાં સ્નાતકની ડિગ્રી હોય તમે અરજી કરી શકો છો.
ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. ઉંમર 1 ઓગસ્ટ, 2025 થી ગણવામાં આવશે. સરકારી નિયમો અનુસાર અનામત શ્રેણીઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
બધી શ્રેણીઓના ઉમેદવારોએ ₹750 ની અરજી ફી ચૂકવવાની રહેશે. આ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા સરળતાથી ઓનલાઈન જમા કરાવી શકાય છે.
કેટલી જગ્યાઓ ભરવામાં આવશે ?
આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 348 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. દેશભરના 22 અલગ અલગ જિલ્લાઓમાં બધી નિમણૂકો કરવામાં આવશે. આ ભરતી ગ્રામીણ ડાક સેવકના પદ માટે છે જે ગામડાઓ અને નગરોમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સેવાઓ લાવવાનું કામ કરશે.
પસંદગી પ્રક્રિયા કેવી હશે ?
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ગ્રામીણ ડાક સેવકના પદ માટે પસંદગી ઉમેદવારોના ગ્રેજ્યુએશન માર્ક્સ પર આધારિત હશે. જો કે, જો અરજદારોની સંખ્યા જરૂરી સંખ્યા કરતાં વધી જાય તો બેંક ઓનલાઈન ટેસ્ટ પણ યોજી શકે છે.
પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને ₹30,000 નો પગાર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, બેંકના નિયમો અનુસાર અન્ય ભથ્થાં અને લાભો આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી
1. સૌપ્રથમ, સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/ippblaug25/ ની મુલાકાત લો.
2. હોમપેજ પર “Click here for New Registration” પર ક્લિક કરો.
3. જરૂરી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
4. પછી, તમારા લોગિન ઓળખપત્રો સાથે લોગ ઇન કરો અને બાકીની જરૂરી માહિતી ભરો.
5. તમારો પાસપોર્ટ-સાઈઝનો ફોટો અને સહી અપલોડ કરો.
6. તમારી શ્રેણી અનુસાર અરજી ફી ચૂકવો.
7. ફોર્મ સબમિટ કર્યા પછી, પ્રિન્ટઆઉટ લો અને તેને તમારી પાસે રાખો.
Education Loan Information:
Calculate Education Loan EMI





















