શોધખોળ કરો

Voter ID Card: ઘરે બેઠા આ રીતે મતદાર યાદીમાં જુઓ તમારું નામ, ફક્ત Mobile SMSથી થઇ જશે કામ

Lok Sabha Elections:લોકસભાની ચૂંટણીમાં આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે

Voter ID Card: લોકસભાની ચૂંટણીમાં આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ 21 રાજ્યોની 102 બેઠકો પર થયું હતું. જો તમારી ઉંમર 1 એપ્રિલ, 2024 સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષની હોય, તો તમે આ વખતે લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર છો.

જો તમે લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માંગતા હોવ તો તમારી પાસે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે. આ ઉપરાંત તમારું નામ પણ મતદાર યાદીમાં હોવું જોઈએ. માત્ર ચૂંટણી કાર્ડ હોવું પૂરતું નથી. ચૂંટણી પહેલાં તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસવું ખૂબ જ જરૂરી છે.

મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું

તમે મતદાર યાદીમાં તમારું નામ અનેક રીતે તપાસી શકો છો. સૌથી સહેલો રસ્તો ઓનલાઈન છે. અહીં તમને સંપૂર્ણ વિગતો મળે છે અને જો તમને કોઈ ભૂલ જણાય તો તમે સુધારણા માટે અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ https://voters.eci.gov.in/ પર જાવ.
  • અહીં ઘણા વિકલ્પો દેખાશે જેમાંથી Search in Electoral Roll પર ક્લિક કરવાનું રહેશે. જો તમે ઇચ્છો તો તમે સીધા https://electoralsearch.eci.gov.in/ પર પણ જઈ શકો છો.
  • હવે એક નવું પેજ ખુલશે. અહીં તમારે તમારા મતદાર IDની વિગતો દાખલ કરવાની રહેશે.
  • વિગતોમાં નામ, ઉંમર, જન્મ તારીખ, લિંગ, રાજ્ય અને જિલ્લો વગેરે જેવી વિગતો દાખલ કરવાની રહેશે.
  • હવે બોક્સમાં નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો.
  • એ જ પેજ પર તમને બીજી લિંક મળશે જેમાં EPIC number નંબર, સ્ટેટ અને કૈપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.
  • આ પછી એક નવું ટેબ ખુલશે અને તમે ચેક કરી શકશો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં.

એસએમએસ દ્વારા રીતે નામ તપાસો

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ ફોનના ટેક્સ્ટ સંદેશાઓ પર જાઓ.
  • અહીં EPIC લખો સ્પેસ આપો અને વોટર આઈડી કાર્ડ નંબર લખો.
  • હવે આ મેસેજ 9211728082 અથવા 1950 પર મોકલો.
  • આ પછી તમારા નંબર પર એક સંદેશ આવશે, જેમાં તમારો મતદાન નંબર અને નામ લખેલું હશે.
  • જો તમારું નામ મતદાર યાદીમાં નથી તો તમને કોઈ માહિતી પ્રાપ્ત થશે નહીં.

આ રીતે અપડેટ કરો જાણકારી

હવે સવાલ એ થાય છે કે જો તમારી વિગતોમાં કોઈ ભૂલ હોય તો તેને કેવી રીતે સુધારવી. ચૂંટણી પંચ તમને ભૂલ સુધારવા માટે ઓનલાઈન વિકલ્પ આપે છે. આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

  • પ્રથમ https://voters.eci.gov.in/ પર જાવ.
  • અહીં હોમ પેજ પર જ તમને Objection for proposed inclusion/deletion of name in existing roll (फॉर्म 7), Shifting of residence/correction of entries in existing electoral roll/replacement of EPIC/marking of PwD (ફોર્મ 8) મળશે.
  • તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરો અને ફોર્મ ભરો પર ક્લિક કરો.
  • હવે તમને લોગિન કરવા માટે કહેવામાં આવશે. જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા છો, તો તમારે પહેલા સાઇન અપ કરવું પડશે.
  • સાઇન અપ કર્યા પછી તમારી વિગતો દાખલ કરો. જે સુધારો કરવાની જરૂર છે તે પણ લખો.
  • સુધારણા સંબંધિત દસ્તાવેજો જોડો અને સબમિટ કરો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit: રાહુલની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો, ભાજપ નેતાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી
Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Embed widget