શોધખોળ કરો

NEET UG: હવે NEET UG પરીક્ષાથી અપાશે ફિઝિયોથેરાપીમાં પ્રવેશ, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

તેમણે કહ્યું કે આ બિલ પસાર થયા પછી દરેક હોસ્પિટલમાં એક અલગ ફિઝીયોથેરાપી વિભાગ ખોલવામાં આવશે

તબીબી ક્ષેત્રમાં ફિઝીયોથેરાપીના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેને મેડિકલના પ્રમુખ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં સામેલ કરી દીધું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સરકારી અને પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓમાં આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નેશનલ એલિઝિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટને ફરજિયાર કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એટલું જ નહીં, હવે ફિઝિયોથેરાપિસ્ટ માટે નામની આગળ ડોક્ટર અને પછી પીટી એટલે કે ફિઝિયોથેરાપિસ્ટ લખવું ફરજિયાત રહેશે. IGIMS ના ફિઝીયોથેરાપી વિભાગના પ્રોફેસર ડૉ. રત્નેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આનાથી માત્ર કોર્ષનું સ્તર જ નહીં પરંતુ રોજગારની તકોની ગુણવત્તામાં પણ સુધારો થશે.

સમાજમાં પ્રતિષ્ઠા વધશે

નામ આગળ ડોક્ટર લગાવવાથી સમાજમાં પ્રતિષ્ઠા મળે છે. નામની પાછળ પીટી લખવાથી ખબર પડશે કે વ્યક્તિ સર્જન, ફિઝિશિયન કે ફિઝિયોથેરાપિસ્ટ છે. આ સૂચનાનો આધાર ભારતીય સંસદ દ્વારા પસાર કરાયેલ આરોગ્ય અને સંલગ્ન આરોગ્ય સંભાળ બિલ-2021 છે.

તેમણે કહ્યું કે આ બિલ પસાર થયા પછી દરેક હોસ્પિટલમાં એક અલગ ફિઝીયોથેરાપી વિભાગ ખોલવામાં આવશે અને તે અલગથી રજીસ્ટર કરવામાં આવશે. ફિઝિયોથેરાપિસ્ટોએ તેમના જ્ઞાનને અપડેટ કરવા માટે દર ત્રણ વર્ષે પરીક્ષા આપવી આવશ્યક છે. તેમનું શિક્ષણ અને ક્લિનિકલ કેડર અલગ હશે.

IGIMS માં 25 વર્ષથી એક સ્વતંત્ર ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત છે. ફિઝીયોથેરાપીનો સ્નાતક સ્તરનો અભ્યાસ સાત વર્ષથી ચાલી રહ્યો છે. ચાર વર્ષ માટે NEET UG દ્વારા પ્રવેશ લેવામાં આવી રહ્યો છે. બીજી તરફ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મેડિકલ પ્રવેશ NEET-UG 2025 ના શંકાસ્પદ કેસોની જાણ કરવા માટે એક નવું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. NTA ના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની પરીક્ષામાં કથિત પેપર લીક જેવી અનિયમિતતાઓ બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેથી આ વખતે આવી ઘટનાઓને અટકાવી શકાય.

NEET UG શંકાસ્પદ કેસોની જાણ કરવા માટે http://neetclaim.centralindia.cloudapp.azure.com/ વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે. NTA એ ઉમેદવારોને એવી પણ સલાહ આપી છે કે તેઓ ગેરરીતિઓમાં સંડોવાયેલા અનૈતિક તત્વોનો શિકાર ન બને અને ખોટા દાવા કરીને ઉમેદવારોને છેતરવાનો પ્રયાસ ન કરે.

ઉમેદવારો આ પ્લેટફોર્મ દ્વારા કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરી શકે છે. રિપોર્ટિંગ માટે ત્રણ મુખ્ય શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. પહેલા ગેરકાયદેસર વેબસાઇટ્સ અથવા ઇન્ટરનેટ મીડિયા એકાઉન્ટ્સ છે જે NEET પ્રશ્નપત્ર હોવાનો દાવો કરે છે. બીજા સ્થાને એવા લોકો છે જેઓ પરીક્ષા સામગ્રી આપવાનો દાવો કરે છે. ત્રીજી શ્રેણીમાં એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ NTA અથવા સરકારી અધિકારીઓનો ઢોંગ કરે છે અને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે.

આ ત્રણેય શ્રેણીઓમાં કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. NTA એ જણાવ્યું હતું કે રિપોર્ટિંગ ફોર્મ એકદમ સરળ છે જેમાં ઉમેદવારે તે પ્રવૃત્તિ વિશે વિગતો આપવાની રહેશે જેમાં તેણે છેતરપિંડી જોઈ છે, ઘટનાનો સમય અને સ્થળ પણ જણાવવું પડશે. ઉમેદવારોને તેમના રિપોર્ટ સાથે સહાયક ફાઇલો અપલોડ કરવાનો વિકલ્પ પણ મળશે. NTA ઉમેદવારોને કોઈપણ છેતરપિંડી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ ટાળવા અને આ નવા પ્લેટફોર્મ દ્વારા તેની જાણ કરવા અપીલ કરે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Embed widget