UGCએ અંડર ગ્રેજ્યૂએટ પ્રૉગ્રામ માટે લૉન્ચ કર્યુ નવુ ફ્રેમવર્ક, ચાર વર્ષમાં મળશે ‘ઓનર્સ’ની ડિગ્રી, વાંચો....
ગ્રેજ્યૂએશનમાં ક્રેડિટ સિસ્ટમ લાગુ થશે, અને મલ્ટી એન્ટ્રી અને એક્ઝિટના ઓપ્શન પણ ખુલશે, આની સાથે જ એક ડિસિપ્લિનથી બીજામાં જવાની છૂટ પણ આપવામાં આવશે,
UGC New Curriculum and Credit Framework: યૂજીસીએ અંડરગ્રેજ્યૂએટ પ્રૉગ્રામ માટે નવી કરીકુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક લૉન્ચ કર્યુ છે, આ કરીકુલમ નેશનલ એજ્યૂકેશન પૉલીસીની ભલામણો પર આધારિત છે, આ અંતર્ગત નિયમોમાં લચીલાપન આવશે અને વિદ્યાર્થીઓને પહેલાથી વધુ સુવિધાઓ મળશે. ગ્રેજ્યૂએશનમાં ક્રેડિટ સિસ્ટમ લાગુ થશે, અને મલ્ટી એન્ટ્રી અને એક્ઝિટના ઓપ્શન પણ ખુલશે, આની સાથે જ એક ડિસિપ્લિનથી બીજામાં જવાની છૂટ પણ આપવામાં આવશે, જાણો નવા ફ્રેમવર્કની ખાસ વાતો...........
જાણો નવા ફ્રેમવર્કમાં શું બદલાશે -
યૂજીસી દ્વારા લૉન્ચ કરવામાં આવેલા નવા ફ્રેમવર્ક એચઇઆઇ એટલે કે હાયર એજ્યૂકેશન ઇન્સ્ટીટ્યૂટ માટે છે.
નવા કરિકુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કમાં ચૉઇસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ (CBCS) ને બદલી નાંખવામાં આવશે.
અંડરગ્રેજ્યૂએટ પ્રૉગ્રામને ત્રણ કે ચાર વર્ષ કે તેનાથી પણ ઓછામાં પુરો કરી શકાશે અને તે અનુસાર, કેન્ડિડેટને ડિગ્રી આપવામાં આવશે.
એક વર્ષ કે બે સેમિસ્ટર પુરા કરવા પર વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલા ફિલ્ડમાં યૂજી સર્ટિફિકેટ મળશે.
બે વર્ષ કે ચાર સેમિસ્ટર બાદ એક્ઝિટ કરવા પર યૂજી ડિપ્લોમાં મળશે.
ત્રણ વર્ષ અને 6 સેમિસ્ટર બાદ બેચલરની ડિગ્રી અને ચાર વર્ષ કે આઠ સેમિસ્ટર પુરા કરવા પર ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે.
આ રીતે કોઇપણ લેવલ પર એન્ટ્રી કે એક્ઝિટ કરી શકાશે.
ચોથા વર્ષ બાદ જે વિદ્યાર્થીઓએ પહેલા 6 સેમિસ્ટરમાં 75 ટકા કે તેનાથી વધુ માર્ક્સ મેળવ્યા છે, તે રિસર્ચ સ્ટ્રીમની પસંદ કરી શકશે. તે રિસર્ચ મેજર ડિસિપ્લિનમાં કરવામાં આવી શકે છે.
કેન્ડિડેટ એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં જઇ શકે છે, સાથે જ લર્નિંગનો મૉડ પણ ચેન્જ કરી શકે છે, જેમ કે ઓડીએલ, ઓફલાઇન કે હાઇબ્રિડ.
વિદ્યાર્થીને ઇનરૉલ થતા સ્ટડીઝમાંથી બ્રેક પણ મળી શકશે, પરંતુ તેને મેક્સિમમ 7 વર્ષમાં ડિગ્રી પુરી કરવી પડશે.
અભ્યાસ અધવચ્ચે છોડીને પણ ડિગ્રી
નવા નિયમની બીજી એક ખાસ વાત એ છે કે જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ અધવચ્ચે છોડી દે તો તેને પછી પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. ધારો કે ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થી પ્રથમ સત્રમાં અભ્યાસ છોડી દે તો તેને પ્રમાણપત્ર આપવામાં આવશે. જો તે બીજા સત્રમાંથી નીકળી જશે તો તેને ડિપ્લોમા મળશે. ત્રણ વર્ષ પછી અભ્યાસ છોડ્યા પછી, તમને સ્નાતકની ડિગ્રી મળશે. અભ્યાસના ચોથા વર્ષ પૂર્ણ થયા પછી, બેચલર રિસર્ચની ડિગ્રી આપવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI