JOBS: રેલવેમાં નોકરી મેળવવાનો શાનદાર મોકો, અરજી માટે બાકી રહ્યું છે માત્ર અઠવાડિયું, જાણો ડિટેલ્સ......
નૉર્થ સેન્ટ્રલ રેલવેએ થોડાક સમય પહેલા એપરેન્ટિસ પદો પર બમ્પર ભરતી બહાર પાડી હતી, આ માટે અરજીની પ્રક્રિયા ખુબ લાંબા સમય સુધી ચાલી રહી છે,
North Central Railway Apprentice Bharti 2023 Last Date: નૉર્થ સેન્ટ્રલ રેલવેએ થોડાક સમય પહેલા એપરેન્ટિસ પદો પર બમ્પર ભરતી બહાર પાડી હતી, આ માટે અરજીની પ્રક્રિયા ખુબ લાંબા સમય સુધી ચાલી રહી છે, અને થોડાક દિવસો બાદ અરજી કરવાની છેલ્લી તારીખ છે. આવામાં જો કોઇ ઇચ્છુક ઉમેદવાર અરજી કરવા માંગતો હોય તો, આ પદો માટે જલદી અરજી કરી શકે છે. જે લોકો હજુ સુધી અરજી નથી કરી શક્યા તે લોકો ફૉર્મ ભરી દે. આરઆરસી નૉર્થ સેન્ટ્રલ રેલવેના આ પદો પર એપ્લાય કરવાની છેલ્લી તારીખ આગામી 10 ફેબ્રુઆરી, 2023 છે. આ વેકેન્સીની ખાસિયત એ છે કે, આના માટે દસમું ધોરણ પાસ વિદ્યાર્થી પણ એપ્લાય કરી શકે છે.
જાણો અરજી કરવા અંગે મહત્વની ડિટેલ્સ -
- આરઆરસી નૉર્થ સેન્ટ્રલ રેલવેના આ પદો પર માત્ર ઓનલાઇન એપ્લાય કરવામાં આવી શકે છે, આમ કરવા માટે તમારે નૉર્થ સેન્ટ્રલ રેલવેની અધિકારિક વેબસાઇટ પર જવુ પડશે. જેનું એડ્રેસ છે – rrcjaipur.in.
- આ વેકેન્સી માટે કોઇ માન્યતા પ્રાપ્ત બૉર્ડમાંથી દસમુ પાસ કેન્ડિડેટ્સ એપ્લાય કરી શકે છે.
- આની સાથે જ તેની પાસે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ ડિપ્લોમાં પણ હોવુ જોઇએ.
- ઉંમર મર્યાદાની વાત કરીએ તો આના માટે 15 થી 24 વર્ષના ઉમેદવાર અરજી કરવા પાત્ર બની શકે છે.
- અનામત કેટેગરીને સરકારી નિયમો અનુસાર ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે.
- આને ડિટેલમાં સમજવુ હોય તો કહી શકીએ છીએ કે અરજી કરનારની ઉંમર 10 ફેબ્રુઆરીના દિવસે 24 વર્ષથી વધુ ના હોવી જોઇએ.
- આ પદો પર સિલેક્શન મેરિટના આધાર પર થશે.
- દસમું પાસ આઇટીઆઇમાં મળેલા માર્ક્સના આધાર પર મેરિટ લિસ્ટ તૈયાર થશે.
- જો ફીની વાત કરીએ તો એપ્લાય કરવા માટે કેન્ડિડેટ્સને 100 રૂપિયા ફી આપવી પડશે.
- આ રકમ સામાન્ય કેટેગરીના કેન્ડિડેટ્સ માટે છે. એસસી, એસટી, મહિલા અને પીડબલ્યૂડી ઉમેદવારોને ફી નથી આપવાની.
- આ ભરતીઓ આરઆરસી જયપુરે બહાર પાડી છે, અને આના માધ્યમથી કુલ 2026 એપરેન્ટિસના પદો ભરરવામાં આવશે.
ભારતીય રેલવે કરી શકે છે 3 લાખ કર્મચારીઓની છંટણી, આ લોકોની જશે નોકરી
કામચોરી કરનારા કર્મચારીઓની હકાલપટ્ટી માટે ભારતીય રેલવેએ ઝોનલ ઓફિસોને એવા કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું છે. રેલવે મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે, એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે જેમાં એવા લોકોની લિસ્ટ બનાવવા કહેવામાં આવ્યુ છે જે 55 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે અથવા 2020ની પ્રથમ ત્રિમાસિક સુધી રેલવેમાં તેમની નોકરીના 30 વર્ષ પુરા થઇ રહ્યા હોય.
રેલવે બોર્ડે ઝોન ઓફિસોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઝોનલ રેલવેને વિનંતી કરી છે કે તે પોતાના સ્ટાફનો એક સર્વિસ રેકોર્ડ તૈયાર કરે જેમની સાથે તેમનો પ્રોફાર્મા જોડેલો હોય. આ રેકોર્ડમાં તે કર્મચારીઓને સામેલ કરવામાં આવે જે 55 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા હોય અથવા 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં રેલવેમાં 30 વર્ષની નોકરી કરી પેન્શન મેળવવા યોગ્ય થઇ ચૂક્યા હોય. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ બંન્ને ક્રાઇટેરિયામાં આવનારા લોકોની યાદી તૈયાર કરવામાં આવે. 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો મતલબ સ્પષ્ટ કરતા જેને જાન્યુઆરીથી માર્ચ 2020 કહેવામાં આવ્યું છે.
Education Loan Information:
Calculate Education Loan EMI