શોધખોળ કરો

RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કે શરૂ કરી ગ્રેડ બી ઓફિસરની ભરતીની પ્રક્રિયા, જાણો ક્યાંથી કરશો અરજી?

તમામ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 1લી જુલાઈ 2024ના રોજ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ

રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીમાં રસ ધરાવતા અને RBI ગ્રેડ B ઓફિસર ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ જનરલ, DEPR અને DSIM સ્ટ્રીમમાં ગ્રેડ B ઓફિસરની ભરતી માટે સંક્ષિપ્ત નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે અરજી પ્રક્રિયાની પણ શરૂઆત થઇ છે. બેન્ક દ્વારા કુલ 94 જગ્યાઓ માટે હાથ ધરવામાં આવી રહેલી આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 16 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ સુધી અધિકૃત વેબસાઇટ, chances.rbi.org.in દ્વારા અરજી કરી શકે છે.

આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી માટે અરજી કરતી વખતે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી 850 રૂપિયાની ફી ચૂકવવી પડશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકલાંગ ઉમેદવારો માટેની ફી માત્ર 100 રૂપિયા છે.

કોણ અરજી કરી શકે છે?

RBI દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી સૂચના મુજબ, ગ્રેડ B ઓફિસર (જનરલ) પોસ્ટ્સ માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન અથવા PG પાસ કરેલ હોવું જોઈએ. અનામત વર્ગો માટે લઘુત્તમ કટ-ઓફ માર્ક્સ માત્ર 55 ટકા છે.                                                  

ગ્રેડ બી ઓફિસર (DEPR) પોસ્ટ્સ માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે અર્થશાસ્ત્ર અથવા ફાયનાન્સમાં PG પાસ કરેલ હોવું જોઈએ. જ્યારે ગ્રેડ બી ઓફિસર (DSIM) પોસ્ટ્સ માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સ્ટેટિસ્ટિક્સ અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ અથવા અન્ય સંબંધિત વિષયોમાં પીજી પાસ કરેલ હોવું આવશ્યક છે.                                         

તમામ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 1લી જુલાઈ 2024ના રોજ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આવા કિસ્સામાં ઉમેદવારનો જન્મ 2 જુલાઈ, 1994 પહેલા અને 1 જુલાઈ, 2003 પછી થયો ન હોવો જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, વધુ માહિતી અને અન્ય વિગતો માટે ભરતીનું નોટિફિકેશન વાંચો.

અરજી કરવા માટેની લિંક માટે અહી ક્લિક કરો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન અપડેટ: 29-30 અને 31 ઓક્ટોબર...દિવાળી પર અહીં ભારે વરસાદનું એલર્ટ? જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન અપડેટ: 29-30 અને 31 ઓક્ટોબર...દિવાળી પર અહીં ભારે વરસાદનું એલર્ટ? જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ એરપોર્ટથી 20000000 ના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ
અમદાવાદ એરપોર્ટથી 20000000 ના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ
Bank Holiday in November 2024: નવેમ્બરમાં ૧૩ દિવસ બૅન્કો બંધ રહેશે, જુઓ રજાની સંપૂર્ણ યાદી
Bank Holiday in November 2024: નવેમ્બરમાં ૧૩ દિવસ બૅન્કો બંધ રહેશે, જુઓ રજાની સંપૂર્ણ યાદી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદ એરપોર્ટથી 2 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | વિદેશમાં વિદ્યાર્થીઓ સામે નવું જોખમHun To Bolish : હું તો બોલીશ : વિજ્ઞાનના બહાને ધર્મનું અપમાન કેમ?IPS Hasmukh Patel :  IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન અપડેટ: 29-30 અને 31 ઓક્ટોબર...દિવાળી પર અહીં ભારે વરસાદનું એલર્ટ? જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન અપડેટ: 29-30 અને 31 ઓક્ટોબર...દિવાળી પર અહીં ભારે વરસાદનું એલર્ટ? જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ એરપોર્ટથી 20000000 ના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ
અમદાવાદ એરપોર્ટથી 20000000 ના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ
Bank Holiday in November 2024: નવેમ્બરમાં ૧૩ દિવસ બૅન્કો બંધ રહેશે, જુઓ રજાની સંપૂર્ણ યાદી
Bank Holiday in November 2024: નવેમ્બરમાં ૧૩ દિવસ બૅન્કો બંધ રહેશે, જુઓ રજાની સંપૂર્ણ યાદી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
સ્વિગીએ IPO માટે પ્રાઈસ બેન્ડ નક્કી કરી, 6-8 નવેમ્બરની વચ્ચે કરી શકાશે અરજી, જાણો કેટલો છે ભાવ
સ્વિગીએ IPO માટે પ્રાઈસ બેન્ડ નક્કી કરી, 6-8 નવેમ્બરની વચ્ચે કરી શકાશે અરજી, જાણો કેટલો છે ભાવ
ધનતેરસ પર સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન છે? અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ વિશે
ધનતેરસ પર સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન છે? અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ વિશે
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
Embed widget