રેલવેમાં નોકરી માટે નીકળી મોટી ભરતી, જાણો કઇ રીતે કરી શકાશે અરજી.........
જાહેર કરવામા આવેલા નૉટિફિકેશન અનુસાર, આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી જૂનિયર ટેકનિશિયલ એસોસિએટ (સિવિલ)ના 20 પદો પર નિયુક્તિ કરવામાં આવશે
નવી દિલ્હીઃ ઉત્તર મધ્ય રેલવેએ જૂનિયર ટેકનિશિયન એસોસિએટના પદો પર ભરતી માટેનું નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. ઇચ્છુક ઉમેદવારો આ ભરતી માટે અધિકારીક વેબસાઇટ પર જઇને 18 એપ્રિલ 2022 સુધી ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે. આ પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા 8 એપ્રિલથી શરૂ થઇ ચૂકી છે.
જાહેર કરવામા આવેલા નૉટિફિકેશન અનુસાર, આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી જૂનિયર ટેકનિશિયલ એસોસિએટ (સિવિલ)ના 20 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. જેમાં સામાન્ય વર્ગો માટે 8 જગ્યા, અન્ય પછાત વર્ગો માટે 5 જગ્યા, અનુસૂચિત જાતિ વર્ગ માટે 3 જગ્યા, અનુસૂચિતન જનજાતિ વર્ગ માટે 2 જગ્યા અને આર્થિક રીતે પછાત વર્ગ માટે 2 જગ્યા નક્કી કરવામાં આવી છે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ એન્જિનીયરિંગમાં કમ સે કમ 60% માર્ક્સની સાથે ડિપ્લોમાં કે બેચલર ડિગ્રી હોવી જરૂરી છે.
આ ઉપરાંત જૂનિયર ટેકનિકલ એસોસિએટ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી લઇને 33 વર્ષ નક્કી કરવામાં આવી છે, સરકારી નિયમો અનુસાર, અનામત કેટેગરીના ઉમેદવારોને વધુમાં વધુ ઉંમરમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર ભરતી સાથે જોડાયેલી અન્ય જાણકારી માટે જાહેર કરવામાં આવેલા અધિકારીક નૉટિફિકેશનને જોઇ શકો છો.
આ રીતે કરી શકો છો અરજી -
આ ભરતીની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી મેરિટ અનુસાર થશે. ઇચ્છુક ઉમેદવાર આ ભરતી માટે અધિકારીક વેબસાઇટ rrcpryg.org પર જઇને 18 એપ્રિલ 2022 સુધી ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકશે. આના માટે ઉમેદવારે 100 રૂપિયા અરજી ફી તરીકે ભરવા પડશે.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?
Education Loan Information:
Calculate Education Loan EMI