Sarkari Naukri: ગુજરાતમાં કસ્ટમ મરીન સ્ટાફની નીકળી ભરતી, 8મું પાસ કરો અરજી
Jobs 2022: અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 8 અને 10 પાસ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ ભરતી પ્રક્રિયામાં હાજર થવા માંગે છે તેઓ 14 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.
Sarkari Naukri: જો તમે સરકારી નોકરી 2022 શોધી રહ્યા છો, તો તમારી પાસે એક મોટી તક છે. ગુજરાત, જામનગર કસ્ટમ કમિશનર (પ્રિવેન્ટિવ) ઓફિસે ગ્રુપ સીની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. 15 થી 21 ઓક્ટોબર, 2022 ના રોજ રોજગાર સમાચારમાં પ્રકાશિત જાહેરાત અનુસાર, ટ્રેડ્સમેન અને એન્જિન ડ્રાઈવર સહિત અનેક પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 8 અને 10 પાસ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ ભરતી પ્રક્રિયામાં હાજર થવા માંગે છે તેઓ અરજીની છેલ્લી તારીખ 14 નવેમ્બર 2022 પહેલા અરજી કરી શકે છે. અરજીઓ ઑફલાઇન સ્વીકારવામાં આવશે. અરજીપત્રક કયા સરનામે મોકલવાનું છે તેનો ઉલ્લેખ રોજગાર સમાચાર અને નોટિફિકેશનમાં કરવામાં આવ્યો છે.
કસ્ટમ મરીન સ્ટાફની ભરતીની વિગતો
- સુખાની - 10 પોસ્ટ્સ
- ટંડેલ - 5 પોસ્ટ્સ
- લોંચ મિકેનિક – 5 પોસ્ટ્સ
- એન્જિન ડ્રાઈવર - 4 પોસ્ટ્સ
- ટ્રેડ્સમેન - 2 પોસ્ટ્સ
- સીમેન-1 પોસ્ટે
- કુલઃ 27 પોસ્ટ્સ
કસ્ટમ મરીન સ્ટાફ ભરતી ગ્રુપ C શૈક્ષણિક લાયકાત
- ટંડેલ- આઠમા પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ઉમેદવારને દરિયાઈ જહાજો અથવા યાટ પર ઓછામાં ઓછા 10 વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
- સુખાની- 8મું પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. તેમની પાસે દરિયાઈ જહાજો અથવા યાટ પર કામ કરવાનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- એન્જિન ડ્રાઈવર - ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ ધરાવતા 8મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
- લોંચ મિકેનિક - ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા 8મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
- ટ્રેડસમેન - ડીઝલ મિકેનિક, મિકેનિક, ફિટર, ટર્નર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટલ, સુથારીકામમાં ITI અને 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
- સી મેન - 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. તેમની પાસે મિકેનાઇઝ્ડ વેસેલ્સ પર કામ કરવાનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વધુ માહિતી માટે jamnagarcustoms.gov.in ની મુલાકાત લો.
આ પણ વાંચોઃ
બીસીસીઆઈની એજીએમ થઈ શરૂ, ગાંગુલી સહિત આ અધિકારીઓ રહ્યા હાજર, જુઓ તસવીરો
Education Loan Information:
Calculate Education Loan EMI