NET UGC Exam: યુજીસી-નેટ પરીક્ષા રદ્દ, જાણો ક્યારે જાહેર થશે પરીક્ષાની નવી તારીખ
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે,નવી પરીક્ષા હાથ ધરવામાં આવશે, જેના માટે અલગથી માહિતી શેર કરવામાં આવશે. સાથે જ, આ કેસને સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો છે.
UGC-NET June 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે (19 જૂન) UGC-NET (University Grants Commission - National Eligibility Test) પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. એજન્સીને પ્રથમદર્શી સંકેતો મળ્યા છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.
દેશમાં 18 જૂને 1205 કેન્દ્રો અને 317 શહેરમાં આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં 11 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે,"નવી પરીક્ષા હાથ ધરવામાં આવશે, જેના માટે અલગથી માહિતી શેર કરવામાં આવશે. સાથે જ, આ કેસને સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી રહ્યો છે.
"To ensure the highest level of transparency and sanctity of the examination process, the Ministry of Education, Government of India has decided that the UGC-NET June 2024 Examination be cancelled. A fresh examination shall be conducted, for which information shall be shared… pic.twitter.com/tGb9EcaGQz
— ANI (@ANI) June 19, 2024
NET પરીક્ષાઓ કેમ રદ કરવામાં આવી?
શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 19 જૂન, 2024 ના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર કોઓર્ડિનેશન સેન્ટર તરફથી કેટલીક માહિતી અથવા ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે. આ ઇનપુટ્સ પ્રથમ દ્રષ્ટિએ દર્શાવે છે કે પરીક્ષામાં ગેરરીતિના સંકેતો છે. અત્રે નોંધનીય છે કે, નેટની પરીક્ષાને લઈને ગઈકાલથી વિદ્યાર્થીઓ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા, જોકે પેપર લીકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી, શિક્ષણ મંત્રાલયે નિર્ણય લીધો છે કે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવી જોઈએ. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે.
NEET (UG) 2024 પરીક્ષા
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, NEET (UG) પરીક્ષા-2024 સંબંધિત બાબતમાં ગ્રેસ માર્કસ સંબંધિત મુદ્દો પહેલેથી જ સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો છે. પટનામાં પરીક્ષાના સંચાલનમાં કથિત કેટલીક ગેરરીતિઓના સંદર્ભમાં, આર્થિક અપરાધ એકમ, બિહાર પોલીસ પાસેથી વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે અને પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે સરકાર આ મામલામાં સંડોવાયેલા લોકો સામે વધુ કાર્યવાહી કરશે "કોઈપણ વ્યક્તિ/સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI