Jobs 2022: AIIMS માં નીકળી ટ્યૂટરની ભરતી, 1.75 લાખથી વધારે મળશે પગાર
AIIMS Recruitment: રસ ધરાવતા ઉમેદવારો એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 30 દિવસની અંદર આ ભરતી માટે અરજી કરી શકશે.
Recruitment 2022: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ મંગલગિરી, આંધ્ર પ્રદેશે નર્સિંગ કૉલેજમાં ટ્યુટર/ ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા પર ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 30 દિવસની અંદર આ ભરતી માટે અરજી કરી શકશે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા શિક્ષકની 17 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. જેમા બિનઅનામત વર્ગ માટે 9 જગ્યાઓ, OBC માટે 4 જગ્યાઓ, SC કેટેગરી માટે 2 જગ્યાઓ, ST કેટેગરી માટે 1 પોસ્ટ અને આર્થિક રીતે 1 જગ્યા નબળા વર્ગ માટે નિર્ધારિત કરવામાં આવી છે. AIIMSમાં આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 7 હેઠળ દર મહિને રૂ. 56,100 થી રૂ. 1,77,500 સુધીનો પગાર આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
ટ્યુટરની જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી B.Sc નર્સિંગની ડિગ્રી હોવી જોઈએ. અરજી કરવા માંગતા ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે સરકારના નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો ભરતી સંબંધિત અન્ય માહિતી માટે જારી કરાયેલ સત્તાવાર સૂચના જોઈ શકે છે.
મહત્વની માહિતી
રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીની જગ્યાઓ માટે અધિકૃત વેબસાઇટ aiimsmangalagiri.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ ઓનલાઈન અરજીની છેલ્લી તારીખના 15 દિવસની અંદર તેમના અરજી ફોર્મ અને અન્ય જરૂરી દસ્તાવેજો સૂચનામાં આપેલા સરનામે મોકલવાના રહેશે. આ માટે, બિન અનામત, આર્થિક રીતે નબળા અને અન્ય પછાત વર્ગના ઉમેદવારોએ 1000 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે.
આ પણ વાંચો
Hyundai Creta: હ્યુન્ડાઈ ક્રેટમાં મળશે હવે સુવિધા, ડ્રાઈવિંગની મજા થશે બમણી
Coronavirus Cases Today: કોરોનાને લઈ રાહતના સમાચાર, દેશમાં 24 કલાકમાં માત્ર 6 સંક્રમિતોના મોત
Education Loan Information:
Calculate Education Loan EMI