શોધખોળ કરો

અલ્પેશ ઠાકોરની રાજીનામાની અટકળો વચ્ચે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલની જવાબદારી કોને સોંપી? જાણો વિગત

કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને અલ્પેશ ઠાકોર અને નારાજ નેતાઓને સમજાવવાની જવાબદારી આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને કોરાણે મુકવામાં આવ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ તેની ચરમ સીમા પર છે. ભાજપ અને કૉંગ્રેસ પોતાનું પલડું મજબૂત કરવા અને ગમે તે કરીને જીતવા માટે દમ લગાવી રહી છે. ત્યારે કૉંગ્રેસ માટે વધુ એક ફટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર રાજીનામુ આપે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ આ અટકળોને પગલે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. અગાઉ અલ્પેશ નારાજ થયો ત્યારે રાજીવ સાતવે શું કહ્યું હતું? કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને અલ્પેશ ઠાકોર અને નારાજ નેતાઓને સમજાવવાની જવાબદારી આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને કોરાણે મુકવામાં આવ્યો છે. લગભગ 24 કલાકમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. જોકે કોંગ્રેસ કે અલ્પેશ ઠાકોર દ્વારા હજુ સત્તાવાર નિવેદન નથી આવ્યું. પરંતુ ક્ષત્રિય સેનાના મંત્રી દ્વારા જ આ રીતનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે આ નિર્ણય ઠાકોર સેનાની મીટિંગમાં કરવામાં આવ્યો છે, એટલે અલ્પેશ ઠાકોર અગામી 24 કલાકમાં રાજીનામું આપી શકે છે. કહેવાય છે કે, અલ્પેશની સાથે સાથે ત્રણ ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. જે રીતે અલ્પેશ ઠાકોરના સમર્થકો દ્વારા મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. તે જોતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે ઠોકોર સેનાની કોર કમીટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠામાં અલ્પેશના સમર્થક લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને અલ્પેશ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર નહી કરે અને તેમને જીડાવા પ્રચાર કરશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોનાં કહેવા પ્રમાણે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે એટલું જ નહીં, પરંતુ તે ભાજપમાં પણ જોડાશે. કહેવામાં આવ્યું રહ્યું છે કે અલ્પેશનું રાજીનામું ‘ઑપરેશન રાધનપુર’નો ભાગ હોઇ શકે છે. આ પહેલા પાટણ લોકસભા લડવા મુદ્દે અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસ વચ્ચે નારાજગી હતી, ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે.

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
Embed widget