શોધખોળ કરો

Gujarat Election 2022: AAPનું ગુજરાત મિશન, આજથી 3 દિવસ સુધી આ સ્થળોએ કરશે પ્રચંડ પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર કાર્ય વેગવતું બન્યુ છે. આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગરમાં યોજશે રોડ શો

Gujarat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત પર વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આજથી ત્રણ દિવસ સુધી કેજરીવાલ ગુજરાતમાં પ્રચાર કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબકક્નું મતદાન 1 ડિસેમ્બરે છે. મતદાનની તારીખ નજીક આવતા બધી જ પાર્ટી જોરશોરથી પ્રચાર કાર્યમાં લાગી ગઇ છે. દિલ્લીના મુખ્યમંત્રી પણ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે.  ભાવનગરમાં આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલનો રોડ શો યોજાશ. આમ આદમી પાર્ટીએ મોતીબાગથી ખરગેટ મેન બજાર સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. ત્રણ દિવસમાં કેજરીવાલના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ રોડ શો યોજાશે.  27 નવેમ્બરે કેજરીવાલ  જામનગરમાં રોડ શો યોજશે. તો   28 તારીખે અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જનસભાને સંબોધશે.

Gujarat Assembly Elections: લલીત વસોયાના ગઢમાં ગાબડું, ભાયાવદર પાલિકના પ્રમુખ સહિત 500 કાર્યકરોએ પાર્ટી છોડી

Gujarat Assembly Elections 2022: ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ભાયાવદર નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. મતદાનના ગણતરીના દિવસો પહેલા ધોરાજીમાં રાજકીય હડકંપ સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વસોયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ભાયાવદર નગરપાલિકાના કોંગ્રેસના 12 જેટલા સભ્યો ભાજપનો ખેસ ધારણ કરશે. ગાંધીનગર ખાતે કમલમમાં સી આર પાટીલના હસ્તે કેસરિયા ખેસ ધારણ કરશે.

વ્યક્તિ કપડાં બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે

 કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા આજે અમદાવાદના પ્રવાસે હતા. ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન કરવાની અપીલ કરતા તેમણે ગુજરાત સરકારને નિષ્ફળ અને છત્તીસગઢની કોંગ્રેસની સરકારને સફળ ગણાવી હતી. રખડતાં ઢોરોના પ્રશ્ન મુદ્દે ઉદાહરણ આપતા શુક્લાએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર પર એક રૂપિયાનું દેવું નથી. રખડતાં ઢોરનો ત્રાસ છતિસગઢમાં પણ છે, પરંતુ ત્યાં તેના નિરાકરણ માટે યોજના લાગુ કરી. 

ગોબર અને પશુનું મૂત્ર સરકારે ખરીદવાનું શરૂ કર્યું.  2 રૂપિયા કિલો ગોબર અને 2 રૂપિયે લીટર પશુમુત્ર ખરીદે છે. ખાતર અને દવા બનાવીને સરકાર નફો કરે છે. ગુજરાતની જનતાને અપીલ છે કે આ વખતે કોંગ્રેસ સરકાર બનાવે. ગુજરાતની પ્રજા આ વખતે પરિસ્થિતિ બદલવા મતદાન કરે. કોંગ્રેસના વચનો ગુજરાતનું ચિત્ર બદલી દેશે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા હતા.  કોંગ્રેસનો રેકોર્ડ છે કે જે કહે છે કોંગ્રેસ તે કરે છે. આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. રોટલી એક જ તરફ રહે તો બળી જાય. વ્યક્તિ કપડાં બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે.

PM મોદી ફરી આવશે ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિતની પાર્ટીએ પ્રચંડ પ્રચાર માટે દિગ્ગજોને મદાને ઉતાર્યો છે. PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાને સંબોધિત કરશે. સુરતમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રાત્રી રોકાણ કરશે. 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રી રોકાણ. બીજા દિવસે બપોર સુધી રોકાણ બાદ રવાના થશે.પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં સભા યોજશે.રાત્રી રોકાણ દરમ્યાન સુરતની સ્થિતિનો ચિતાર મેળવશે.વડાપ્રધાનની સભા પહેલા રોડ શો કરવા અંગે પણ વિચારણા ચાલુ રહી છે.

ટોપ સ્ટોરી

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Embed widget