શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સુષ્મા સ્વરાજ, પ્રિયંકા વાડ્રા સહિતના દિગ્ગજોએ કર્યુ મતદાન, જાણો વિગતે
નોંધનીય છે કે, અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન 19 મેએ યોજાશે, અને 23 મેએ પરિણામ જાહેર થશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે આજે છઠ્ઠા તબક્કાનુ મતદાન યોજાઇ રહ્યું છે. સાત રાજ્યોની 59 બેઠકો પર અનેક નામી ઉમેદવારોના ભાવિ સીલ થઇ રહ્યાં છે. આ તબક્કામાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીના ઓરંગઝેબ લેન સ્થિત એન.પી. સીનિયર સેકન્ડરી સ્કૂલના પૉલિંગ બૂથ પર મત આપ્યો હતો. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ દિલ્હીના નિર્માણ ભવન સ્થિત બૂથ પર મતદાન કર્યુ અને તેની સાથે આ પ્રસંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીત હાજર રહ્યાં હતાં.
કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે એન.પી. સીનિયર સેકન્ડરી સ્કૂલના પૉલિંગ પર મતદાન કર્યુ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં પત્ની સાથે મતદાન કર્યુ.
પૂર્વ ક્રિકેટર અને પૂર્વીય દિલ્હીના બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીરે પત્ની સાથે દિલ્હીમાં મતદાન કર્યુ. બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહે મતદાન કર્યુ હતું.
નોંધનીય છે કે, અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન 19 મેએ યોજાશે, અને 23 મેએ પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement