(Source: ECI/ABP News/ABP Majha)
Gujrat Election 2022: મહેમદાબાદ બેઠક માટે ભાજપે આ નેતાને મેદાને ઉતાર્યાં, 2017માં આ કોગ્રેંસ નેતાને 10 હજાર મતથી આપી હતી હાર
Gujrat Election 2022:ગુજરાત વિધાસભાની ચૂંટણીને લઇને પાર્ટીઓ હવે બાકી રહેલ બેઠક પર ઉમેદવારની પસંદગી કરી શકે છે. ત્યારે ભાજપની મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહની પસંદગી કરવામાં આવી છે.
Gujrat Election 2022:ગુજરાત વિધાસભાની ચૂંટણીને લઇને પાર્ટીઓ હવે બાકી રહેલ બેઠક પર ઉમેદવારની પસંદગી કરી શકે છે. ત્યારે ભાજપની મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહની પસંદગી કરવામાં આવી છે.
ભાજપમાંથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ માટે મહેમદાબાદ બેઠક થી લડવા માટે ટિકિટ આપવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મહેમદાવાદના વાંઠવાળી ગામના 41 વર્ષીય અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. 2017માં મહેમદાવાદ બેઠક પર કૉંગ્રેસના ગૌતમ ચૌહાણને 10 હજાર મતથી હાર આપી તેઓ ધારાસભ્ય બન્યા હતા. અર્જુનસિંહ હાલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે.
Gujarat Assembly Election 2022: બોટાદ બેઠક પરથી ટિકિટ ના મળતા કોગ્રેસના આ નેતા નારાજ
બોટાદઃ ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં બોટાદ બેઠક પરથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી છે. બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલ નારાજ થયા છે.
નારાજગી વ્યક્ત કરતા મનહર પટેલે કહ્યું હતું કે બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે. મારા જેવા પક્ષને સમર્પિત આગેવાને પક્ષનો નિર્ણય સ્વીકાર્ય નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે મારી સાથે 2017નું પુનરાવર્તન થયુ છે જે પક્ષના વિશાળ હિતમાં નથી. આ સાથે જ મનહર પટેલે પોતાના ટેકેદારો સાથે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. જાહેર કરેલા ઉમેદવાર રમેશ મેરના નામ પર ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. સાથે જ મનહર પટેલે ઉમેદવાર બદલી પોતાને ટિકિટ આપવા માંગ કરી હતી.
Gujarat Election 2022: કૉંગ્રેસની 9 ઉમેદવારની વધુ એક યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ
અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરીયા, તાલાળા બેઠક પરથી માનસિંહ ડોડિયા, કોડિનાર બેઠક પરથી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઈસ્ટ બેઠક પરથી બળદેવ સોલંકી, બોટાદ બેઠક પરથી રમેશ મેર, જંબુસર બેઠક પરથી સંજય સોલંકી, ભરુચ બેઠક પરથી જયકાંત પટેલ અને ધરમપુર બેઠક પરથી કિશન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ યાદીમાં 46 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવાર અને ત્રીજી યાદીમાં 6 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હવે 9 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. આ રીતે ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ103 ઉમેદવારો જાહેર કરાયા છે.