શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણી લડવાની અટકળો વચ્ચે સલમાન ખાને શું આપ્યું નિવેદન, જાણો
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી બોલીવૂડ અભિનેતા સલમાન ખાને મધ્ય પ્રદેશથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. જેનો ખુલાસો આજે સલમાન ખાને કર્યો છે. સલમાને ચૂંટણી લડવાની અટકળો પર વિરામ લગાવ્યું છે. અભિનેતા સલમાન ખાને ગુરૂવારે ટ્વિટ કરી કહ્યું, ન ચૂંટણી લડીશ અને ન કોઈ પાર્ટીનો પ્રચાર કરીશ.
બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ મતદારોને પ્રેરિત કરવા માટે હાલમાં જ સલમાન ખાન અને આમિર ખાને ટેગ કરતા ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે મતદાન માત્ર અધિકાર નહી પરંતુ કર્તવ્ય પણ છે. આ સમય દેશના યુવાઓને પોતાના અંદાજમાં મત કરવા માટે પ્રેરિત કરવાનો છે, જેનાથી આપણે પોતાના લોકતંત્ર અને દેશને મજબૂત કરી શકીએ. સલમાન ખાને પીએમ મોદીના આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું, આપણે લોકતંત્રમાં રહીએ છીએ, મત આપવો દરેક ભારતીયનું કર્તવ્ય છે. હું દરેક મતદારને કહીશ કે પોતાના અધિકારોનો ઉપયોગ કરે.Contrary to the rumours I am not contesting elections nor campaigning for any political party..
— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2019
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ કૉંગ્રેસ અભિનેતા સલમાનને ઈન્દોર બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી પ્રચારમાં ઉતારવાની કોશિશમાં હતી. જેનાથી ભાજપનો ગઢ માનવામાં આવતી આ બેઠક પર 30 વર્ષ બાદ જીત મેળવી શકાય.We are a democracy and it is every Indian's right to vote. I urge every eligible Indian to exercise your right and participate in making the Government. https://t.co/WsTdJ3w84O
— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion