શોધખોળ કરો
Advertisement
સમાજવાદી પાર્ટીના કયા ટોચના નેતાને ECએ લગાવ્યો ફરી 48 કલાકનો પ્રતિબંધ
રામપુરથી ભાજપ ઉમેદવાર જયાપ્રદાની વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ચૂંટણી પંચ દ્વારા 72 કલાકનો પ્રતિબંધ ભોગવી ચૂકેલા આઝમ ખાન પર ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓને ધમકાવવા, સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા માટે 48 કલાકનો ફરી નવો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને રામપુરથી એસપી-બીએસપી ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાન હાલ તેમના વિવાદિત નિવેદનોના કારણે બહુ જ ચર્ચામાં રહે છે. રામપુરથી ભાજપ ઉમેદવાર જયાપ્રદાની વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ચૂંટણી પંચ દ્વારા 72 કલાકનો પ્રતિબંધ ભોગવી ચૂકેલા આઝમ ખાન પર ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓને ધમકાવવા, સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા માટે 48 કલાકનો ફરી નવો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આઝમ ખાન પર આ બેન બુધવાર સવારે 6 વાગ્યાથી 48 કલાક માટે અમલમાં રહેશે. આ દરમિયાન તેઓ કોઈ પણ જનસભા, રોડ શો, રેલી અથવા ભાષણ નહીં આપી શકે. આ ઉપરાંત તેઓ કોઈ ઈન્ટરવ્યૂ અથવા રાજકીય નિવેદન પણ નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે પંચે આ મહિને આઝમ ખાન પર બીજી વાર આ પ્રકારનો પ્રતિબંધ લગાવી દીધો છે.
આઝમ ખાને ગત સપ્તાહે રામપુરમાં આયોજિત આંબેડકર જયંતી સમારોહમાં કહ્યું હતું કે, અહીં જિલ્લા પ્રશાસને લોકોને વોટ ન આપવાની ચમકી આપી છે. આ સાથે તેમના પર ચૂંટણી અધિકારીઓને ધમકાવવા અને સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવાનો આરોપ લાગ્યો હતો. તેમના આ નિવેદન પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે આંચાર સંહિતાના ઉલ્લંઘન માન્યું છે.
Election Commission bars Samajwadi Party (SP) leader Azam Khan from election campaigning for 48 hours starting from 6 am tomorrow, for violating Model Code of Conduct. #LokSabhaElections2019 (file pic) pic.twitter.com/cmF5R3fYtk
— ANI (@ANI) April 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement