શોધખોળ કરો
પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે
લખનઉમાં એક ફોટો જર્નાલિસ્ટ શુભમ બંસલએ મહિલા અધિકારીની આ તસવીર ક્લિક કરી હતી. ઈવીએમ લઈને જઈ રહેલ આ મહિલા અધિકારી લખનઉના પીડબ્લૂડી વિભાગમાં જૂનિયર સહાયકના પદ પર કાર્યરત છે અને તેનું અસલી નામ રીના દ્વિવેદી છે. તેવું મીડિયામાં ચાલી રહ્યું છે.
![પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે female polling officer Name Reena Dwivedi પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/12154352/Election4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી હાલ અંતિમ ચરણમાં છે. જોકે હાલ સોશિયલ મીડિયા પર પીળી સાડીમાં એક મહિલા રિટર્નિંગ ઓફિસરનો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર આ મહિલા પોલિંગ ઓફિસરની એક સાથે ઘણી તસવીરો વાયરલ થઈ હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે, આ યુવતીનું નામ નલિની સિંહ છે. જોકે આ સાચું નથી.
સોશિયલ મીડિયા શેર કરીને લખ્યું હતું કે, નલિની સિંહ નાની આ મહિલા ‘મિસેસ જયપુર’ પણ રહી ચૂકી છે. એ પણ જાણકારી આપી હતી કે આ મહિલા અધિકારી કુમાવત સ્કૂલ પોલિંગ બૂથમાં ડ્યૂટી પર હતી અને ત્યાં 100 ટકા મતદાન થયું હતું.
મહિલા અધિકારીની આ તસવીરોને લોકોએ શેર કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે આ ફોટોની તપાસ શરૂ કરવામાં આવી તો સાચી માહિતી જાણવા મળી હતી. આ મહિલા ઓફિસરનું નામ નલિની સિંહ નથી અને આ તસવીર જયપુરની પણ નથી.
લખનઉમાં એક ફોટો જર્નાલિસ્ટ શુભમ બંસલએ મહિલા અધિકારીની આ તસવીર ક્લિક કરી હતી. ઈવીએમ લઈને જઈ રહેલ આ મહિલા અધિકારી લખનઉના પીડબ્લૂડી વિભાગમાં જૂનિયર સહાયકના પદ પર કાર્યરત છે અને તેનું અસલી નામ રીના દ્વિવેદી છે. તેવું મીડિયામાં ચાલી રહ્યું છે.
વાયરલ થઈ રહેલી આ તસવીર 5 મે 2019 એટલે ચૂંટણીના એક દિવસ પહેલાની છે. આ દિવસે રીના દ્વિવેદી લખનઉના નગરામમાં બૂથ નંબર 172 પર હતી જ્યાં ચૂંટણીની તૈયારીનું નિરીક્ષણ કરવા પહોંચી હતી. રીનાએ કહ્યું હતું કે, હું તો મારી ડ્યુટી કરી રહી હતી. મતદાન કરાવવા માટે મારું નામ નોમિનેટ થયું હતું.
હું જ્યારે મારી ટીમની સાથે ઈવીએમ લઈને પરત ફરી રહી હતી ત્યારે કોઈ પત્રકારે મારી તસવીર ક્લિક કરી હતી. જે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હવે તો રસ્તામાં ચાલતા લોકો પણ મારી સાથે સેલ્ફી લઈ રહ્યાં હતાં.
રીનાએ જણાવ્યું હતું કે, તેની તસવીર સાથે પોઝિટિવ અને નેગેટિવ વાતો ફેલાવવામાં આવી છે. રીનાએ આ વાતની પૃષ્ટિ કરી છે કે તેના મતદાન કેન્દ્ર પર 70 ટકા મતદાન થયું હતું. જોકે વાયરલ થયેલ તસવીરની સાથે જે 100 ટકા મતદાનની વાત કરવામાં આવી હતી તે તદ્દન ખોટી છે.
![પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/12154328/Election-300x225.jpg)
![પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/12154335/Election1-300x225.jpg)
![પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/12154341/Election2-300x225.jpg)
![પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/12154346/Election3-300x225.jpg)
![પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/12154352/Election4-300x225.jpg)
![પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/12154358/Election5-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)