શોધખોળ કરો
Advertisement
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ થયું જાહેર, દેવ પક્ષનો વિજય
આજે સવારે મતગણતરી શરૂ થયા બાદ પોલીસ અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ગઢડા: આજે સાંજે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં વર્તમાન શાસક આચાર્ય પક્ષની હાર થઈ હતી જ્યારે દેવપક્ષ વિજેતા બન્યો હતો. મંદિરના વહિવટ માટે યોજાયેલી ચૂંટણીમાં 6 બેઠકો માટે 70.39 ટકા મતદાન થયું હતું. આ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી માટે ત્યાગી વિભાગમાંથી બ્રહ્મચારીની બેઠક આચાર્યપક્ષે બિનહરીફ થતા સાધુ અને પાર્ષદ તથા ગૃહસ્થ વિભાગની 4 મળી કુલ 6 બેઠક માટે વર્તમાન શાસક આચાર્ય પક્ષ અને વિરોધપક્ષે દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણી દરમિયાન 20 હજાર કરતા વધારે મતદારોની સંખ્યાને ધ્યાને રાખી શહેરમાં અલગ અલગ 6 સ્થાનો ઉપર મતદારોને વિભાજીત કરી મતદાન પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન રાજકીય ચૂંટણીને ટક્કર મારે તેવો માહોલ ઊભો થયો હતો.
આજે સવારે મતગણતરી શરૂ થયા બાદ પોલીસ અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસે મત ગણતરી કેન્દ્ર નજીક એકઠા થયેલા હરિભક્તોને દૂર ખસેડ્યા હતા. આ સમયે પોલીસ અને હરિભક્તો વચ્ચે બોલાચાલી થઈ હતી.
આચાર્યપક્ષના એસ.પી. સ્વામીએ ચૂંટણીના પરિણામ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, મતગણતરી શંકાસ્પદ રીતે યોજવામાં આવી છે. અમને પરિણામની કોપી પણ નથી આપવામાં આવી. ગૃહસ્થની 4માંથી એક સીટ પર અમારી જીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે મંદિરની ચૂંટણીને લઈને છેલ્લા દશકાથી વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદમાં સુપ્રીમ કોર્ટે આદેશ કરતા હાઇકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણઈમાં સાધુ અને પાર્ષદ તથા ગૃહસ્થ વિભાગની 4 બેઠક સહિત કુલ 6 બેઠક માટે હાલના શાસક આચાર્ય પક્ષ અને વિરોધમાં દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
અમદાવાદ: ટ્રાફિક, પાર્કિંગ, દબાણ સહિતના મુદ્દે AMC અને પોલીસે શું ઘડ્યો એક્શન પ્લાન, જાણો વિગત
IPLની વ્યસ્તતા વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ધોનીએ કઈ મહિલા સાથે કર્યું વોટિંગ, જાણો વિગત
વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, IPLમાં ધોનીની CSK તરફથી રમતો આ ખેલાડી થયો ઘાયલ, જાણો વિગત
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીની મતગણતરીની કામગીરી પર એસપી સ્વામીએ ઉઠાવ્યા સવાલ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement