શોધખોળ કરો
Advertisement
'મોદી આતંકીઓને સમર્થન કરી રહ્યાં છે, ને સેનાને ગાળો આપી રહ્યાં છે', બીજેપીના ફાયર બ્રાન્ડ નેતાની જીભ લપસી
ગિરીરાજ કહી રહ્યાં છે કે, આ આજથી નહીં જ્યારેથી મોદીની સરકાર બની છે, ત્યારથી મોદીજીએ આતંકીઓનું સમર્થન કર્યુ, સેનાને ગાળો આપી છે
નવી દિલ્હીઃ ગિરીરાજિ સિંહે મુઝ્ઝફરપુરમાં પોતાની જ સરકાર વિરુદ્ધ વિવાદિત નિવેદન આપી દીધુ, બીજેપીના વરિષ્ઠ નેતાએ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ પોતાનુ નિશાન બનાવ્યુ. ગિરીરાજે પીએમ પર આતંકીઓને સમર્થન કરવાની સાથે સાથે સેનાને ગાળો આપવાની વાત કહી હતી. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
જોકે, લાગે છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રીની જીભ લપસી ગઇ અને આ વિવાદિત નિવેદન બહાર આવ્યુ. આ વીડિયોમાં બીજેપીન વરિષ્ઠ નેતા ગિરીરાજ કહી રહ્યાં છે કે, આ આજથી નહીં જ્યારેથી મોદીની સરકાર બની છે, ત્યારથી મોદીજીએ આતંકીઓનું સમર્થન કર્યુ, સેનાને ગાળો આપી છે. પણ મોદીજીએ, પહેલા આખા દેશમાં વિસ્ફોટ થતો હતો, હવે કાશ્મીરના ત્રણ અને અઢી જિલ્લામાં ઘૂસાડી દીધા છે.
આવું પહેલીવાર નથી બન્યુ કે, બીજેપીના આ ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજે વિવાદિત નિવેદન આપ્યુ હોય. આ પહેલા ગિરીરાજે એક ચૂંટણી સભામાં મુસ્લિમોને ચેતાવણી આપી હતી કે, જો મુસ્લિમ સમાજને કબર માટે ત્રણ હાથ જગ્યા જોઇએ તો તેમને આ દેશમાં વંદે માતરમ ગાવવુ પડશે અને ભારત માતાની જય બોલવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion