Gujarat Elections 2022: વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે આ સ્ટાર પ્રચારક કરશે પ્રચાર, 40 દિગ્ગજોના નામ સામેલ
Gujarat Elections 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રસ પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. જેમાં 40 નામ સામેલ છે. રાજસ્થાના દિગ્ગજ નેતાઓને પણ પ્રચાર માટે પસંદ કરવામાં આવ્યાં છે.
Gujarat Elections 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રસ પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. જેમાં 40 નામ સામેલ છે. રાજસ્થાના દિગ્ગજ નેતાઓને પણ પ્રચાર માટે પસંદ કરવામાં આવ્યાં છે.
રાજસ્થાનના ક્યા નેતાને કરાયા સામેલ
કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે. આ સૂચિમાં રાજસ્થાન કોંગ્રેસના ત્રણ નેતાના નામ છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતનું નામ ટોપ ફાઇવમાં છે. ત્યારબાદ રધુશર્મા અને સચિન પાયલટનું નામ પણ સામેલ છે. રઘુ શર્મા વર્તમાનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારીની જવાબદારી સંભાળી રહ્યા છે. તેવામાં તેની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
આ નેતા હશે ગુજરાતના સ્ટાર પ્રચારક
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંઘી, પ્રિયંકા ગાંધી,. રાજસ્થાનના સીએમ અશોક ગહલોત, છતીસગઢ સીએમ ભૂપેશ બઘેલ, સ્કિનિંગ કમિટીના અધ્યક્ષ રમેશ ચેન્નિથલા, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્ગવિજય સિંહ અને કમલ નાથ સ્ટાર પ્રચારક હશે તો મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડોક્ટર રઘુ શર્મા, ગુજરાત કોગ્રેસ અધ્યક્ષ જગદિશ ઠાકોર, અનવર, બીકે હરિપ્રસાદ સ્ટાર પ્રચારક બનશે.
મોહન પ્રકાશ, શક્તિ સિંહ ગોહિલ, સુખરામ રાઠવા, સચિન પાયલટ, શિવાજી રાવ મોઘે, ભરતસિંહ એસ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, નારાયણ ભાઇ રાઠવા, જિગ્ગનેશ મેવાણી, પવન ખેડા. ઇમરાન પ્રતાપીગઢી સ્ટાર પ્રચારક હશે. ઉપરાંત કન્હૈયા કુમાર, કાંતિલાલ ભૂરિયા સહિત ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હશે.
51 વિધાનસભા વિસ્તારમાં રાજસ્થાની વોટર
ગુજરાતની કુલ વસ્તી આશરે 7 કરોડ 4 લાખ છે. આમાં અન્ય રાજ્યોના લગભગ 1.50 કરોડ લોકો છે. પડોશી રાજ્ય હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ પણ સ્થાયી થયા છે. કુલ મળીને 51 શહેરોમાં 15 લાખથી વધુ સ્થળાંતરિત રાજસ્થાનીઓ હોવાનો અંદાજ છે. તેમાંથી 4 લાખ આદિવાસીઓ જણાવવામાં આવ્યા છે કે, જેઓ દક્ષિણ રાજસ્થાનના છે. ગુજરાતના માત્ર બે મોટા જિલ્લામાં 5 લાખ રાજસ્થાનીઓ વસે છે. સુરતમાં 2.75 લાખ અને અમદાવાદમાં 2.25 લાખથી વધુ રાજસ્થાનીઓ સ્થાયી થયા છે. ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યમાં 1 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.