શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત પેટાચૂંટણીઃ ચાર વિધાનસભા બેઠકો પર કેટલું થયું મતદાન? જાણો વિગત
ધ્રાંગધ્રા, ઉંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકો પર યોજાઇ પેટાચૂંટણી, સરેરાશ કુલ 62.77 ટકા મતદાન નોંધાયું.
અમદાવાદઃ ગઈ કાલે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકોની સાથે સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી થઈ હતી. વર્તમાન ધારાસભ્યો દ્વારા રાજીનામું આપી ભાજપમાં જોડાવાને કારણે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ધ્રાંગધ્રા, ઉંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય વિધાનસભાનો સમાવેશ થાય છે.
આ ચાર બેઠકોની વાત કરીએ તો સુરેન્દ્રનગરી ધ્રાંગધ્રા બેઠક પર 60.86 %, મહેસાણાની ઊંઝા વિધાનસભા બેઠક પર 65 %, જૂનાગઢની માણાવદર બેઠક પર 62.87 % અને જામનગર ગ્રામ્ય બેઠક પર 62.37 % મતદાન થયું હતું. ચાર વિધાનસભાની પેટા ચુંટણીમાં કુલ 62.77 % મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 65 ટકા ઊંઝામાં અને સૌથી ઓછું ધ્રાંગધ્રામાં 60.86 ટકા મતદાન નોંધાયું છે.
આ સાથે જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ થઈ ગયા છે. હવે આ ચાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ લોકસભાની સાથે 23મી મેના રોજ આવવાનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion