શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના આ વાયદાથી સેનાને પણ આપત્તિ, કહ્યું- દેશ વિરોધી તાકાતો થશે મજબૂત
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે, ચૂંટણી ઢંઢેરોમાં કેટલાક વાયદાઓ એવા છે જેમાં રાજકીય પક્ષોની સાથે સાથે સેનાએ પણ આપત્તિ દર્શાવી છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરોને લઇને હવે વિવાદ શરૂ થઇ ગયો છે.
કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં કહ્યું કે, જો અમે સત્તામાં આવીશુ તો કાશ્મીર ઘાટીમાં સેનાની સંખ્યાને ઘટાડીશુ અને AFSPA પર પુનર્વિચાર કરશે. સુત્રો અનુસાર, કોંગ્રેસના આ વાયદા પર ભારતીય સેનાને પણ આપત્તિ છે. તેમનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં સેનાની સંખ્યા ઘટાડવી ખતરનાક સાબિત થઇ શકે છે.
સેનાના સુત્રોનુ માનીએ તો આ નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને સુરક્ષાદળો અને સામાન્ય નાગરિકોને નિશાને લેવાની ખુલ્લી છુટ આપશે. સેનાનું સંખ્યાબળ ઘટાડવાના કારણે જ અનંતનાગ અને ત્રાલ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ બેકાબુ બની ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion