શોધખોળ કરો
Advertisement
'એરસ્ટ્રાઇક જેવું કંઇજ થયુ નથી, ત્યાં કોઇ જ મર્યુ નથી, આ બધુ નાટક હતુ', લાલુ પ્રસાદની પુત્રીએ મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ
અનુષ્કા યાદવે કહ્યું કે, ''એરસ્ટ્રાઇક જેવું કંઇજ થયુ નથી, ત્યાં કોઇ જ મર્યુ નથી, આ બધુ નાટક હતુ'' ઉલ્લેખનીય છે કે એર સ્ટ્રાઇક પર કેટલાય વિપક્ષી નેતાઓ સરકાર પર સવાલો ઉઠાવી ચૂક્યા છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મત માંગવા માટે મેદાનમાં ઉતરેલી લાલૂ પ્રસાદ યાદવની પુત્રી અનુષ્કા યાદવે એરસ્ટ્રાઇક પર સવાલો ઉભા કર્યા છે. પોતાના સસરા અને હરિયાણા કોંગ્રેસના નેતા કેપ્ટન અજય યાદવ માટે મત માગવા માટે ઉતરેલી અનુષ્કા યાદવે ભારતીય જનતા પાર્ટી પર જબરદસ્ત એટેક કર્યો હતો.
અનુષ્કા યાદવે કહ્યું કે, ''એરસ્ટ્રાઇક જેવું કંઇજ થયુ નથી, ત્યાં કોઇ જ મર્યુ નથી, આ બધુ નાટક હતુ'' ઉલ્લેખનીય છે કે એર સ્ટ્રાઇક પર કેટલાય વિપક્ષી નેતાઓ સરકાર પર સવાલો ઉઠાવી ચૂક્યા છે.
લાલુ યાદવની પુત્રી અનુષ્કા યાદવે કહ્યું કે, ''મેં ક્યારેય પણ મારા માતા પિતાન માટે મત માંગ્યા નથી, અહીં હું બધા પાસે મત માંગી રહી છું.'' આ દરમિયાન તેને પાકિસ્તાનના બાલાકોટ પર થયેલા ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
કેપ્ટન અજય યાદવ કોંગ્રેસની ટિકીટ પર ગુંડગાવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. નોંધનીય છે કે, હરિયાણામાં બધી બેઠકો પર છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાવવાનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion