શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદીની જીતથી ખુશ આ ચાવાળાએ આખો દિવસ ફ્રીમાં પીવડાવી ચા
ફ્રીમાં ચા પીવડાવવા માટે કન્હૈયાએ અંદાજે 500 લિટર દૂધની વ્યવસ્થા કરી હતી. મોદીની જીતથી ઉત્સાહિત કન્હૈયાએ કહ્યું કે, મોદીજીની કાશીથી બીજી જીત પર અન્ય લોકોની જેમ હું પણ ખુશ છું.
વારાણસીઃ વારાણસી લોકસભા સીટથી પીએમ મોદીની શાનદાર જીતથી ઉત્સાહિત થઈને એક સ્થાનીક ચાવાળાએ ચૂંટણી પરિણામ બાદ શુક્રવારે લોકોને આખો દિવસ ફ્રીમાં ચા પીવડાવી હતી. આ ચાવાળાનું નામ કન્હૈયા ચે. તે ઇંગ્લિશિયા લાઈન ક્રોસિંગની પાસે પોતાનો ચાનો સ્ટોલ લગાવે છે.
મોદીએ વારાણસથી સતત બીજી વખત જીત મેળવી છે. આ વખતે તેમણે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી શાલિની યાદવ (સાજવાદી પાર્ટી)ને 4.78 લાખ મતથી હાર આપી હતી. મોદીને સાડા છલાખથી પણ વધારે મત મળ્યા હતા તો શાલિનીને માત્ર 1.95 લાખ જેટલા જ મત મળ્યા હતા.
ફ્રીમાં ચા પીવડાવવા માટે કન્હૈયાએ અંદાજે 500 લિટર દૂધની વ્યવસ્થા કરી હતી. મોદીની જીતથી ઉત્સાહિત કન્હૈયાએ કહ્યું કે, મોદીજીની કાશીથી બીજી જીત પર અન્ય લોકોની જેમ હું પણ ખુશ છું. તે ઘણું સારું કામ કરી રહ્યા છે અને તેમની પાસે અમને ઘણી અપેક્ષાઓ છે.
કન્હૈયા આખો દિવસ લોકોને કુલ્હમાં ચા પીવડાવતો રહ્યો. કાશી એકમના અધ્યક્ષ મહેશ ચંદ્ર શ્રીવાસ્તવ ઉપરાંત ભાજપના અનેક કાર્યકર્તાઓ પણ ચા પીતા જોવા મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion