શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘મોદી લહેર’માં BJPએ 303 સીટ જીતી રચ્યો ઇતિહાસ, જાણો NDA-UPAમાં કોણે કેટલી બેઠકો જીતી?
ભાજપે એકલા હાથે 303 બેઠક જીતી છે. આ સાથે એનડીએને 352 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસે 52 સીટ જીતી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ભાજપે ઈતિહાસ રચી દીધો છે. 2014નો રેકોર્ડ તોડતા ભાજપે એકલા હાથે પોતાના દમ પર 303 બેઠક પર જીત મેળવી લીધી છે. એનડીએને 352 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસે 52 સીટ જીતી છે. યુપીએ આ વખતે 87 બેઠકો પર સમેટાઈ ગઈ છે. જ્યારે અન્યને 103 બેઠક મળી છે.
એનડીએની મુખ્ય પાર્ટી ભાજપે 272નો જાદૂઈ આંકડો પાર કરીને રેકોર્ડ બ્રેક 303 બેઠક પોતાના નામે કરી લીધી છે. આમ તો એનડીએમાં 30 થી વધુ નાની-મોટી પાર્ટીઓ છે પરંતુ 352 ના આંકડા સુધી પહોંચવામાં આ ગઠબંધનની માત્ર 11 પાર્ટીઓનો સહયોગ છે.
ગુજરાતની 26 સીટ પર ખીલ્યું કમળ, જાણો કોણ કેટલી સરસાઇથી જીત્યું
જ્યારે યૂપીએ ગઠબંધનની પાર્ટી કૉંગ્રેસે માત્ર 52 બેઠક જીતી છે. જ્યારે યૂપીએની સહયોગી પાર્ટી ડીએમકે 23, એનસીપી 5, આઈયૂએમએલ અને એનસીપી 3-3 અને જેમએમ-જેડીએસએ 1-1 સીટ પર કબ્જો કર્યો છે. યૂપીએ કુલ 87 સીટ જીતવા સફળતા મળી છે
આ તારીખે મોદી લેશે શપથ! આ પહેલા મોદી અને અમિત શાહ આવશે ગુજરાત
ઇતિહાસમાં પહેલીવાર આ રાજનીતિના આ દિગ્ગજની પાર્ટી લોકસભામાં ધોવાઇ, ખાતુ ખોલાવવુ પણ થઇ ગયુ મુશ્કેલ
મોદી સુનામી બાદ પણ કેટલાક રાજ્યમાં પ્રાદેશિક પ્રાર્ટીઓ અને કૉંગ્રેસે શાદાર પ્રદર્શન કર્યું છે. જે રાજ્યોમાં મોદી મેજીક નથી ચાલ્યો તેવા રાજ્ય પંજાબ, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા છે.
પંજાબમાં 11 લોકસભા સીટમાંથી અકાલી દલ(2)બીજેપી(2) ગઠબંધને 4 બેઠકો મળી છે. જ્યારે કરેળ,તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ખાતું ખોલવાની આશા કરી રહેલી ભાજપને આ વખતે પણ નિરાશા હાથ લાગી છે. જ્યારે તેલંગાણાની 17 લોકસભા સીટમાંથી ભાજપને માત્ર 4 સીટો મળી છે.
લોકસભા ચૂંટણીમાં આકરી હારનો સામનો કરનારી કૉંગ્રેસ પાર્ટી આ વખતે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાતું પણ ખોલી શકી નથી. પરિણામ અનુસાર કૉંગ્રેસ આંધ્ર પ્રદેશ, હરિયાળા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, મણીપુર, નાગાલેન્ડ, મિઝોરમ, દિલ્હી, ઓડિશા, સિક્કિમ, રાજસ્થાન, ચંડીગઢ, દાદરા નગર હવેલી, દમન અને દીવ, લક્ષ્યદ્વીપમાં એક પણ સીટ જીતી શકી નથી.
જ્યારે ભાજપે બે કેન્દ્ર શાસિત રાજ્યો સહિત 7 રાજ્યોમાં ક્લિન સ્વીપ કર્યું છે. ગુજરાત, અરુણાચલ પ્રદેશ, ચંડીગઢ, દમન અને દીવ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં તમામ લોકસભા સીટો પોતાના નામે કરી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીએ માત્ર એક-એક બેઠક જ ગુમાવી છે.
સુરત: તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ભીષણ આગથી જીવ બચાવવા વિદ્યાર્થીઓએ બીજા માળેથી લગાવ્યા કૂદકા, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion