શોધખોળ કરો
Advertisement
PM મોદીને ચૂંટણીપંચની ક્લિન ચિટ, કૉંગ્રેસે આચાર સંહિતા ભંગનો લગાવ્યો હતો આરોપ
કૉંગ્રેસનો આક્ષેપ હતો કે પીએમ મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો કર્યો હતો અને મીડિયા સાથે વાત કરી હતી અને રાજનીતિક નિવેદન આપ્યું હતું. જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.
અમદાવાદ: કૉંગ્રેસેની ફરિયાદ પર ચૂંટણી આયોગે વડાપ્રધાન મોદીને ક્લિન ચિટ આપી છે. કૉંગ્રેસે પીએમ મોદી પર આચાર સંહિતાનું ઉલ્લંઘનનો આક્ષેપ લગાવ્યો હતો. અને ચૂંટણી પંચને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કૉંગ્રેસનો આક્ષેપ હતો કે પીએમ મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો કર્યો હતો અને મીડિયા સાથે વાત કરી હતી અને રાજનીતિક નિવેદન આપ્યું હતું. જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.
નોંધનીય છે કે પીએમ મોદીએ કહ્યું હતું કે, “આતંકવાદીઓનું હથિયાર આઈઈડી છે, જ્યારે લોકતંત્રની તાકાત વોયર આઈડી છે. મારું માનવું છે કે આઈઈડી કરતા વોટર આઈડીની તાકાત વધુ છે. વોટર આઈડીનું મહત્વ સમજો અને મોટી સંખ્યામાં મતદાન કરો. ”
આ સિવાય કૉંગ્રેસે અમિત શાહ પર પણ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કરતા ચૂંટણીપંચ પાસે 72 કલાકનો પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને કહ્યું કે અમિત શાહે પશ્ચિમ બંગાળના કૃષણનગરમાં મત માટે બાલાકોટ એર સ્ટ્રાઈક, પુલવામા હુમલો અને સશસ્ત્ર દળોના મુદ્દા ઉઠાવ્યા હતા. પ્રતિનિધિમંડળમાં અભિષેક મનુ સિંધવી, જયરામ રમેશ અને રાજૂ સામેલ હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કુલમાં મતદાન કરવા પહોંચ્યા હતાં જ્યાં તેઓ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કર્યું હતું જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. મોદી મતદાન કર્યા બાદ મતદાન કેન્દ્રથી થોડે દૂર સુધી ચાલતા ગયા હતા અને મીડિયા સાથે વાત પણ કરી હતી.
પીએમ મોદીએ રસ્તાં પર જ મીડિયાને સંબોધ્યા, બોલ્યા- મજામાંને, બહુ મહેનત પડી હશે, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion