શોધખોળ કરો

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન, PM મોદી અને અમિત શાહ કરશે મતદાન

વડાપ્રધાન મોદી સવારે સાડા સાત વાગ્યે અમદાવાદના રાણીપમા મતદાન કરશે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવાર, 7 મે ના રોજ થવાનું છે. દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન થશે.

વડાપ્રધાન મોદી અને અમિત શાહ કરશે મતદાન

વડાપ્રધાન મોદી સવારે સાડા સાત વાગ્યે અમદાવાદના રાણીપમા મતદાન કરશે. જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં સવારે સવા નવ વાગ્યે મતદાન કરશે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શીલજમાં મતદાન કરશે. જ્યારે સીઆર પાટીલ સુરતના ભટારમાં મતદાન કરશે. નોંધનીય છે કે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.

ઉપરાંત પરશોત્તમ રૂપાલા અમરેલીના ઈશ્વરીયામાં મતદાન કરશે. ડૉ.મનસુખ માંડવીયા પાલિતાણાના અણોલમાં મતદાન કરશે. પૂર્વ CM વિજય રૂપાણી રાજકોટના રૈયા રોડ મતદાન કરશે. રાજ્યના કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે. 

સુપ્રિયા સુલે

આ વખતે બારામતી લોકસભા બેઠક પરનો મુકાબલો ઘણો રોમાંચક બન્યો છે. શરદ પવાર જૂથની સાંસદ સુપ્રિયા સુલે ફરી આ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. અજિત પવાર જૂથે તેમની સામે સુનેત્રા પવારને મેદાનમાં ઉતાર્યા છે. ભાભી અને ભાભી આમને-સામને હોવાથી આ બેઠક પર જોરદાર ટક્કર થશે.

દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશની રાજગઢ લોકસભા સીટ હાલમાં હોટ સીટ બની રહી છે. કોંગ્રેસે આ સીટ પરથી પૂર્વ સીએમ અને દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે અહીંથી રોડમલ નગરને ટિકિટ આપી છે, તેઓ અહીંથી વર્તમાન સાંસદ છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા

પાર્ટીએ ગુના લોકસભા સીટ પરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટને સિંધિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. જ્યારે અહીંથી કોંગ્રેસે રાવ યાદવેન્દ્ર સિંહ યાદવ પર દાવ લગાવ્યો છે.

શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશની વિદિશા લોકસભા સીટ પરથી ભાજપે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પર દાવ લગાવ્યો છે, કોંગ્રેસે પ્રતાપ ભાનુ શર્માને ટિકિટ આપી છે. બંને વચ્ચે જોરદાર સ્પર્ધા છે.

બસવરાજ બોમાઈ

ભાજપે કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમાઈને હાવેરી સીટ પરથી ઉતાર્યા છે. તેઓ આનંદસ્વામી ગદ્દાદેવર્મથ સામે ચૂંટણી લડી રહ્યા છે.

આ ચહેરાઓ પર નજર રાખશે

આ સિવાય AIUDF ચીફ બદરુદ્દીન અજમલ, CPI(M)ના નેતા મોહમ્મદ સલીમ, ભૂતપૂર્વ IPS અધિકારી પ્રસૂન બેનર્જી, કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ, આદિત્ય યાદવ, અક્ષય યાદવ જેવા અગ્રણી નેતાઓ મેદાનમાં છે.

કેટલી બેઠકો પર થશે મતદાન?

12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે, જેમાં ગુજરાત (25 બેઠકો), ઉત્તર પ્રદેશ (10), મહારાષ્ટ્ર (11), આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2)નો સમાવેશ થાય છે. કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (4), દાદરા-નગર હવેલી અને દમણ અને દીવમાં 1-1 સીટો પર મતદાન થશે.

ત્રીજા તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ, સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવ, એનસીપી (શરદ પવાર જૂથ)ના ઉમેદવાર સુપ્રિયા સુલે, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ, ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા. સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ જનતા નક્કી કરશે. 

ટોપ સ્ટોરી

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Embed widget