શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કાનું વોટિંગ પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું મતદાન
એસપી ચીફ અખિલેશ યાદવ, કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, હર્ષવર્ધન, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ પર નિર્ણય થશે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન યોજાયું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 63.43% મતદાન નોંધાયું હતું. સૌથી વધુ બંગાળમાં 80.35% મતદાન થયું છે. દિલ્હીમાં 59.74%, હરિયાણામાં 68.17%, ઉત્તરપ્રદેશમાં 54.72%, બિહારમાં 59.29%, ઝારખંડમાં 64.50% અને મધ્યપ્રદેશમાં 64.55% વોટિંગ થયું છે.
Estimated voter turnout recorded till 9 pm in Lok Sabha Election 2019 in #Phase6: Total 63.43% voting. West Bengal- 80.35, Delhi-59.74, Haryana- 68.17, Uttar Pradesh- 54.72, Bihar- 59.29, Jharkhand- 64.50, Madhya Pradesh- 64.55 pic.twitter.com/Rl6vJULdmW
— ANI (@ANI) May 12, 2019
આ રાઉન્ડમાં એસપી ચીફ અખિલેશ યાદવ, કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, હર્ષવર્ધન, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ પર નિર્ણય થશે.પૂર્વ ક્રિકેટર અને પૂર્વી દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે પત્ની સાથે મતદાન કર્યું હતું. ગંભીરે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મે મારુ કામ પુરુ કર્યું છે હવે તમારો વારો છે. તે સિવાય દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ પૂર્વી દિલ્હીના પાંડવ નગરમાં મત આપવા પહોંચ્યા હતા.Done my bit !! It’s your turn now.. #GoVoteDelhi pic.twitter.com/rIZUa90meX
— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) 12 May 2019ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હરિયાણાના ગુરુગ્રામમાં મતદાન કર્યું હતું. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પત્ની સાથે નવી દિલ્હી બેઠકના નિર્માણ ભવન સ્થિત મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતા. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જીતનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, રોહતકથી તેમનો દીકરો દીપેન્દ્ર હુડ્ડા અને સોનીપતથી તે મોટા અંતરથી ચૂંટણી જીતશે.Haryana: Team India Captain Virat Kohli after casting his vote at a polling booth in Pinecrest School in Gurugram pic.twitter.com/z3vzJvxWSp
— ANI (@ANI) 12 May 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement