(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Elections 2024: પ્રથમ બે તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયાનો અમિત શાહે કર્યો મોટો દાવો
અમિત શાહે કહ્યું, નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રચંડ બહુમતી સાથે PM બનાવીશું. PM મોદીએ ભારત અને ગુજરાતનું નામ ઉજળુ કર્યુ.
Porbandar Lok Sabha Seat: લોકસભા 2024ની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ગુજરાતની તમામ લોકસભા સીટ માટે 7 મેના રોજ મતદાન યોજાશે. આ દરમિયાન આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોરબંદર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં જામકંડોરણામાં જનસભા સંબોધી હતી.
અમિત શાહનું પાઘડી પહેરાવીના સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ભારત માતા કી જયના નારાથી પ્રવચનની શરૂઆત કરી હતી. અબકી બાર 400 કે પારનો નારો બુલંદ કર્યો હતો. અમિત શાહે વિજયનો સંકલ્પ લેવડાવીને ભારત માતા કી જય અને જય શ્રીરામના નારાથી પ્રવચનની શરૂઆત કરી હતી.
વર્તમાન સાંસદ રમેશ ધડુકને સાચા જનસેવક ગણાવી તેમણે વિઠ્ઠલ રાદડીયાને યાદ કરી કહ્યું, વિઠ્ઠલભાઈ રાદડીયાને મારી દિલથી શ્રદ્ધાંજલિ. વિઠ્ઠલભાઈએ સહકારી ક્ષેત્રના મુળીયા ઉંડા કર્યા. વિઠ્ઠલભાઈ ખેડૂતોના હામી રહ્યા, વિઠ્ઠલભાઈએ સહકારી આંદોલનને નવચેતના આપી હતી.
નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રચંડ બહુમતી સાથે PM બનાવીશું
અમિત શાહે મોટો દાવો કરતા કહ્યું, પ્રથમ બે તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયા છે. પ્રથમ બે તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીના સુપડા સાફ અને મતદાનમાં ભાજપને આવકાર મળ્યો છે. નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રચંડ બહુમતી સાથે PM બનાવીશું. PM મોદીએ ભારત અને ગુજરાતનું નામ ઉજળુ કર્યુ. નરેન્દ્રભાઈના કાર્યોને એક હજાર કરતા વધુ વર્ષો સુધી યાદ રખાશે. PMએ નક્સલવાદ અને આતંકવાદ સમાપ્ત કર્યો હતો.
મનમોહન સિંહને મૌની બાબા ગણાવ્યા
અમિત શાહે મનમોહન સિંહને મૌની બાબા ગણાવ્યા હતા. પાક. પર સર્જીકલ સ્ટ્રાઈકને યાદ કરી કહ્યું, ભાજપની સરકાર આવતા જ પાકિસ્તાન થરથર્યુ. પાકિસ્તાનના ઘરમાં ઘુસી આતંકવાદનો સફાયો કર્યો. છેલ્લા 10 વર્ષમાં દેશનું અર્થતંત્ર મજબુત થયું છે. ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચાડવાની ગેરંટી છે. વોટબેંકની લાલચમાં કૉંગ્રેસે અયોધ્યાનો મુદ્દો ભટકાવ્યો હોવાનું જણાવી કહ્યું, નરેન્દ્ર મોદી PM બનતા જ અયોધ્યામાં મંદિરનું નિર્માણ થયું. સૌરાષ્ટ્રનું જળસંકટ ભાજપની સરકારે દુર કર્યુ. કોંગ્રેસના પાપે સૌરાષ્ટ્રમાં જળસંકટ હતું, ભાજપની સરકારે સૌની યોજના થકી પાણી પહોંચાડ્યું હતું. ભાજપની સરકારે કચ્છ સુધી પાણી પહોંચાડ્યું. નરેન્દ્રભાઈના શાસનમાં કાયદા અને વ્યવસ્થામાં સુધારો થયો, દરિયાકાંઠો મજબુત થયો, સૌરાષ્ટ્રમાં ખેતી,ઉદ્યોગ,વેપારનો વિકાસ થયો.
આ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન ખડગેજી કહે છે કે, રાજસ્થાન, ગુજરાતના લોકોને કાશ્મીર જોડે શું લેવાદેવા છે.
— BJP Gujarat (@BJP4Gujarat) April 27, 2024
ખડગે સાહેબ ઉંમર 80 પાર થઈ, તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા. મારાં જામકંડોરણાનો એક-એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે.
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી…