શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ વધુ એક જાણીતા અભિનેતા ભાજપમાં જોડાયા, મહાભારત સીરિયલમાં કર્યું છે કામ
થોડા સમય પહેલા અરૂણ બક્ષીએ સોશિયલ મીડિયા પર ગીત લોન્ચ કર્યું હતું. જેમાં તેમણે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસની આકરી ટિકા કરી હતી.
નવી દિલ્હીઃ ચૂંટણીની મોસમમાં વધુ એક સેલિબ્રિટી ભાજપમાં સામેલ થઇ છે. અભિનેતા અરૂણ બક્ષી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. થોડા દિવસો પહેલા અભિનેતા સની દેઓલ પણ ભાજપમાં જોડાયા હતા અને તેમને ગુરદાસપુરથી ટિકિટ ફાળવવામાં આવી છે.
થોડા સમય પહેલા તેમણે સોશિયલ મીડિયા પર ગીત લોન્ચ કર્યું હતું. જેમાં તેમણે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસની આકરી ટિકા કરી હતી. આ ગીતના માધ્યમ દ્વારા તેણે મહાગઠબંધનના ટોચના નેતાઓ અને તેમના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને દેશની સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પંજાબના લુધિયાણામાં જન્મેલા અરૂણ બક્ષીએ આર્ય કોલેજ, લુધિયાણાથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઉપરાંત પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ કામ કર્યું છે. અરૂણ બક્ષીએ 100થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને પ્લેબેક સિંગર તરીકે 298 ગીત પણ ગાયા છે. પંજાબી અને ભોજપુરી સિનેમામાં પણ તેમણે કામ કર્યું છે. બીઆર ચોપડાની જાણીતી સીરિયલ મહાભારતમાં પણ તેમણે રોલ કર્યો છે. ITCના ચેરમેન વાય સી દેવેશ્વરનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ હરભજન સિંહે IPLમાં બનાવ્યો મોટો રેકોર્ડ, બન્યો ત્રીજો ભારતીય બોલર, જાણો વિગત ડીસામાં બે ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, ડ્રાઇવર-ક્લિનરનું મોત, જુઓ વીડિયોDelhi: Actor Arun Bakshi joins BJP in the presence of party leader and former Chhattisgarh CM Raman Singh. pic.twitter.com/F661io7hBe
— ANI (@ANI) May 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement