શોધખોળ કરો
Advertisement
સની દેઓલે PM સાથે કરી મુલાકાત, મોદીએ કહ્યું- હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા
PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું, આજે તેમને મળીને ખુશી થઈ. અમે બધા ગુરદાસપુરમાં તેમની જીત માટે તૈયાર છીએ. અમે બંને માનીએ છીએ- હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા.
નવી દિલ્હીઃ ગુરદાસપુર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા સની દેઓલે ભાજપમાં જોડાયા બાદ આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને તસવીર શેર કરી હતી. પીએમ મોદીએ તસવીર શેર કરીને લખ્યું કે, શ્રેષ્ઠ ભારત માટે સની દેઓલની વિનમ્રતા અને ઝનૂન મને પ્રભાવિત કરે છે. આજે તેમને મળીને ખુશી થઈ. અમે બધા ગુરદાસપુરમાં તેમની જીત માટે તૈયાર છીએ. અમે બંને માનીએ છીએ- હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા.
ગુરદાસપુર બેઠકના સાંસદ સ્વ. વિનોદ ખન્નાના નિધન બાદ એપ્રિલ 2017માં થયેલા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડનો વિજય થયો હતો. જાખડે ભાજપના સ્વર્ણ સાલારિયાને 1,93,219 વોટથી હાર આપી હતી. તે સમયે પણ કવિતાએ ટિકિટ મેળવવા પ્રયત્ન કર્યો હતો. વિનોદ ખન્ના અહીંયાથી 1998, 1999, 2004 અને 2014માં વિજેતા બન્યા હતા. જ્યારે 2019માં ભાજપે આ બેઠક પર સની દેઓલની પસંદગી કરી છે.
1983માં ફિલ્મ ‘બેતાબ’થી સની દેઓલે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમણે ‘બૉર્ડર’, ‘દામિની’ અને ‘ગદર’ જેવી હિટ ફિલ્મો આપી છે.
ગુરદાસપુરથી સની દેઓલને ટિકિટ મળવાથી સ્વ. વિનોદ ખન્નાની પત્ની અકળાઇ, જાણો શું કહ્યું ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વગાડ્યો ઢોલ, જુઓ વીડિયો એવેન્જર્સ એંડગેમ બની રેકોર્ડ બ્રેકર, 2 દિવસમાં જ કમાણી 100 કરોડને પારWhat struck me about @iamsunnydeol is his humility and deep passion for a better India. Happy to have met him today. We are all rooting for his victory in Gurdaspur! We both agree- हिन्दुस्तान जिंदाबाद था, है, और रहेगा! pic.twitter.com/o4tcvITy2e
— Chowkidar Narendra Modi (@narendramodi) April 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion