શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી: મતદાન પહેલા રાહુલ ગાંધીએ અમેઠીના લોકોને લખ્યો પત્ર
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીની જનતાના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અમેઠીના લોકોને તેમનો પરિવાર બતાવ્યો છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન થયું છે. પાંચમાં તબક્કામાં માટે 6 મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠક અમેઠી પણ સામેલ છે. એવામાં મતદાન પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીની જનતાના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અમેઠીના લોકોને તેમનો પરિવાર બતાવ્યો છે. આ પત્રમાં વાયદો કરવામાં આવ્યો છે કે કૉંગ્રેસ સત્તામાં આવશે તો ભાજપ સરકારમાં જે યોજનાઓ બંધ કરવામાં આવી છે તેને ફરી શરૂ કરવામાં આવશે.
રાહુલ ગાંધીના આ પત્રને કૉંગ્રેસ પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર પરથી શેર કર્યો છે. આ પત્રની સાથે કૉંગ્રેસે એક ટ્વિટ પણ કર્યું, જેમાં લખ્યું કે અમેઠીના લોકો સાથે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંબંધો ભાવનાત્મક રીતે એટલા જ મજબૂત છે, જેટલા પરિવારના સભ્યો વચ્ચે હોય છે. રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું, અમેઠી મારો પરિવાર છે. મારો અમેઠી પરિવાર મને હિમ્મત આપે છે કે હુ સત્ય સાથે ઉભો રહું, હું ગરીબો અને નબળા લોકોની પીડા સાંભળી શકુ અને તેમનો અવાજ ઉઠાવી શકુ અને બધા માટે એક સમાન ન્યાયનો સંકલ્પ લઈ શકુ.अमेठी से कांग्रेस अध्यक्ष राहुल गाँधी का रिश्ता भावनात्मक तौर पर उतना ही मजबूत है, जितना परिवार के सदस्यों के बीच होता है। कांग्रेस अध्यक्ष @RahulGandhi का अपने अमेठी परिवार की जनता के नाम विनम्र सन्देश:- pic.twitter.com/9L6zYt40Al
— Congress (@INCIndia) May 3, 2019
લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં કોણ છે સૌથી ધનિક ઉમેદવાર, સંપત્તિ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion