શોધખોળ કરો
Advertisement
BSFમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલો આ જવાન વારાણસીથી PM મોદી સામે લડશે ચૂંટણી, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ BSFમાં હલકી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ કર્યા બાદ કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવેલા જવાન તેજ બહાદુર યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેણે આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અનેક પક્ષો મારા સંપર્કમાં છે પરંતુ હું અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરીશ.
તેજ બહાદુર યાદવે કહ્યું કે, મારો હેતુ હાર કે જીતનો નથી. હું બધા સમક્ષ એ વાત રાખવા માંગુ છું કે સરકારે સેનાને ખાસ કરીને અર્ધસૈનિક બળોને નબળી બનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાનોના નામ પર વોટ માંગી રહ્યા છે, પરંતુ તેમણે જવાનો માટે કંઇ નથી કર્યું. પુલવામા આતંકી હુમલામાં જે જવાન માર્યા ગયા તેમને આ સરકારે શહીદનો દરજ્જો નથી આપ્યો.
તેજ બહાદુરના કહેવા મુજબ ચૂંટણી પ્રચાર દરમિયાન તે ભ્રષ્ટાચારનો મુદ્દો જોર શોરથી ઉઠાવશે. તેજ બહાદુરને 2017માં અનુશાસનહિનતાના આરોપમાં બીએસએફમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલે વિજય રૂપાણીના નિવેદન પર શું કર્યો પલટવાર, જાણો વિગત
કલમ 370 મુદ્દે મેહબૂબા મુફ્તીએ આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો
ભારતે પ્રથમ વખત આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા, પણ કોંગ્રેસ પરેશાન છેઃ PM મોદી
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે અડવાણીને યાદ કરીને શું કહ્યું? જુઓ વીડિયો
અમદાવાદઃ અમિત શાહ સાથે સ્ટેજ પર કોણ કોણ રહ્યું હાજર? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement