શોધખોળ કરો
Advertisement
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને શું આપી ધમકી, જાણો વિગત
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મંચ ઉપરથી જ મતદારોને ધમકી આપતા કહ્યું હતું કે, હું વિનંતી કરું છું કે વડોદરાના દરેક બુથ ઉપરથી કમળનું નિશાન ખીલવું જોઇએ. જો એવું નહીં થાય તો ઠેકાણે પાડી દઇશ.
વડોદરાઃ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાઇ ચૂક્યા છે ત્યારે હવે નેતાઓ રોડ શો અને જાહેરસભા યોજીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાહેર મંચ ઉપરથી જ મતદાતાઓને ધમકી આપી રહ્યા છે. જો દરેક બુથમાં કમળ ન ખીલ્યું તો ઠેકાણે પાડી દઇશ. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
વડોદરામાં યોજાયેલી ભાજપની જાહેરસભામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ જાહેરસભા સંબોધી રહ્યા હતા. જ્યારે તેમનું ભાષણ સાંભળ્યું ત્યારે મતદારો પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે જાહેર મંચ ઉપરથી જ મતદારોને ધમકી આપતા કહ્યું હતું કે, હું વિનંતી કરું છું કે વડોદરાના દરેક બુથ ઉપરથી કમળનું નિશાન ખીલવું જોઇએ. જો એવું નહીં થાય તો ઠેકાણે પાડી દઇ. હું ગભરાતો નથી. હું દાદાગીરીથી જ લડવાનો છું.
તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષોથી તમને પાળી રહ્યા છીએ. પાણી, વીજળી આપી બધું જ આપ્યું છે. પરંતુ તમે વેરો નથી ભરતા ભાઇ. જો કમળના નિશાન પર વોટ નહીં તો આ વિસ્તારમાં ગેરકાયદેસર લોકોની ખેર નથી.
મધુ શ્રીવાસ્તવ સામે સુઓમોટો દાખલ કરવાની કૉંગ્રેસની ચૂંટણી પંચને માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું, પોતાની ફરજના ભાગરુપે ચૂંટણી પંચ આ અંગે પગલા ભરે.
મતદારોને ધમકી આપનાર ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવે મીડિયાને પણ આપી ધમકી, જુઓ વીડિયો
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને આપેલી ધમકી મુદ્દે ભાજપે શું કહ્યું? જુઓ વીડિયો
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મતદારોને ધમકી, એબીપી અસ્મિતા સાથે શું કરી વાત?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement