શોધખોળ કરો
પરબત પટેલ લોકસભા જીતે તો ભાજપ થરાદથી કયા દિગ્ગજ નેતાને આપી શકે છે ટિકીટ? જાણો વિગત
ગાંધીનગરઃ ગઈ કાલે ભાજપે કરેલી લોકસભાના ઉમેદવારોની યાદીમાં રૂપાણી સરકારના મંત્રી પરબત પટેલનો પણ સમાવેશ થાય છે. પરબત પટેલને ભાજપે બનાસકાંઠા બેઠક પરથી ટિકીટ આપી છે. પરબત પટેલ થરાદ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
હવે પરબત પટેલ જો લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી જીતી જાય તો થરાદ વિધાનસભા બેઠક ખાલી પડશે. ભાજપમાં એવું ગણિત મંડાઇ રહ્યું છે કે, આ બેઠક ખાલી પડે તો તેઓ તેના પર પૂર્વ મંત્રી શંકર ચૌધરીને લડાવી શકે છે અને તેમને જીતાડી ફરીથી સરકારમાં લાવી શકે છે.
નોંધનીય છે કે, બનાસકાંઠા લોકસભા માટે શંકર ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું. જોકે, ભાજપે પરબત પટેલને ટિકીટ આપતાં આ ચર્ચાનો અંત આવ્યો છે. હવે આ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે, તેના પર સૌની નજર છે. કોંગ્રેસ પરથી ભટોળને ટિકીટ આપે તેવી શક્યતાઓ હાલ જોવાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement