શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
એક્ઝિટ પૉલના આંકડા જોઇને ચોંક્યો ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી, ટ્વીટ કરીને કહી દીધી આ મોટી વાત
સર્વેના પરિણામોને જોઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર મોહમ્મદ કૈફ ચોંકી ગયો, કૈફે આને લઇને એક ટ્વીટ પણ કરી દીધુ હતુ, અને કહ્યું કે કેવી રીતે લોકો રાજ્ય અને કેન્દ્રની ચૂંટણીમાં અલગ અલગ રીતે વૉટ કરે છે
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી લોકશાહી માટે સાત તબક્કાના મતદાન બાદ વિવિધ ટીવી ચેનલો અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પૉલ રજૂ કરવામાં આવ્યા. જેમાં બીજેપી-એનડીએને ફરી સત્તા વાપસીના સંકેત મળ્યા છે. જોકે, હજુ 23મીએ ચૂંટણી પંચ દ્વારા ફાઇનલ રિઝલ્ટ મળ્યા બાદ જ સત્તાના ગણિત સ્પષ્ટ થશે. એક્ઝિટ પૉલના આંકડા જોઇને રાજકારણીઓ, જનતા અને ક્રિકેટરો પણ ચોંકી ગયા હતા
સર્વેના પરિણામોને જોઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર મોહમ્મદ કૈફ ચોંકી ગયો, કૈફે આને લઇને એક ટ્વીટ પણ કરી દીધુ હતુ, અને કહ્યું કે કેવી રીતે લોકો રાજ્ય અને કેન્દ્રની ચૂંટણીમાં અલગ અલગ રીતે વૉટ કરે છે.
કૈફે ટ્વીટ કરતાં લખ્યુ કે, ''2019ના એક્ઝિટ પૉલ બતાવે છે કે, કઇ રીતે લોકસભા અને રાજ્યની ચૂંટણીમાં ફરક હોય છે. થોડાક મહિનાઓમાં જ વસ્તુ કઇ રીતે બદલાઇ જાય છે. પણ વૉટ મતદારો સારી રીતે જાણે છે અને છેલ્લા લગભગ દોઢ મહિનાથી ચાલી રહેલો આ લોકતંત્રનો ખુબસુરત તહેવાર છે. બાકી 23 તારીખે બધુ ખબર પડી જશે.''
#ExitPoll2019 showing how people vote differently in General Elections vs State Elections. How things change in a few months. Voters know best and it has been such a wonderful festival of democracy over the last one and a half month. Baaki 23rd Ko sab pata chal hi jaayega
— Mohammad Kaif (@MohammadKaif) May 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion