શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસમાં પૂર્વ MLAની ઘર વાપસીથી ગુજરાતના કયા જિલ્લામાં ભડકો થયો, 150થી વધારે હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં
વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણની કોંગ્રેસમાં વાપસીને લઈને સાવલી કોંગ્રેસમાં ભડકો થયો હતો. સાવલી તાલુકામાં કોંગ્રેસના 150થી વધુ હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતાં. તેઓને વિશ્વાસમાં લીધા વિના જ કોંગ્રેસે ખુમાનસિંહને પક્ષમાં પરત લીધા હોવાની વાત કોંગ્રેસના હોદ્દેદારોએ કરી હતી.
2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ખુમાનસિંહ ચૌહાણ કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાયા હતા. પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુમાનસિંહની ઘર વાપસી કરવામાં આવી હતી. નારાજ થયેલા હોદ્દેદારો પોતાના રાજીનામાં બાદ હવે રજૂઆત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળને મળશે.
નારાજ થયેલા કોંગ્રેસના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, અમે ભલે હોદ્દા પરથી રાજીનામાં આપ્યા હોય પરંતુ અમે કોંગ્રેસ માટે કામ કરતા રહીશું. અમને વિશ્વાસમાં લીધા વગર પાર્ટીએ ખુમાનસિંહને પક્ષમાં પરત લેવામાં આવ્યા હોવાની વાતથી અમે નારાજ છીએ. બાકી ખુમાનસિંહ કોંગ્રેસમાંથી આવવાથી પક્ષ મજબૂત થાય તેમાં અમને કોઇ વાંધો નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement