શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
MP: છિંદવાડાથી વિધાનસભા ચૂંટણી લડશે CM કમલનાથ, જાણો ક્યા ધારાસભ્યએ આપ્યું રાજીનામું
ભોપાલઃ છિંદવાડા વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય દીપક સક્સેનાએ રાજીનામું આપી દીધું છે. સક્સેનાના રાજીનામાથી મુખ્યમંત્રી કમલનાથનો છિંદવાડા વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં ઉમેદવાર બનવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. સક્સેનાએ તેમના રાજીનામાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, અમારા નેતાને પેટાચૂંટણી લડવા માટે મેં છિંદવાડાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મેં આજે મારું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું અને મને વિશ્વાસ છે કે તેનો સ્વીકાર કરી લેવામાં આવશે.
કમલનાથના નજીકના લોકોના જણાવ્યા મુજબ, આ પહેલા છિંદવાડાથી નવ વખત લોકસભા સાંસદ રહેલા કમલનાથ જિલ્લાની સૌંસર વિધાનસભા સીટ પરથ પેટાચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા હતા. આ વિસ્તાર નાનો હોવાથી અને બીજેપી તેમની સામે કુપ્રચાર કરી શકે છે તેથી તેમણે સૌંસરથી પેટાચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
કમલનાથે 17 ડિસેમ્બર, 2018ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હાલ કમલનાથ છિંદવાડા લોકસભા સીટ પરથી સાંસદ છે અને નિયમ મુજબ તેમણે રાજ્યના મુખ્યમંત્રી બન્યાના છ મહિની અંદર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાવું પડે છે. કમલનાથ 1980થી છિંદવાડા લોકસભા સીટ પર નવ વખત સાંસદ રહી ચુક્યા છે. 2018માં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે છિંદવાડા જિલ્લાની તમામ આઠ વિધાનસભા સીટો પર વિજય મેળવ્યો હતો.
Congress MLA from Chhindwara Deepak Saxena has resigned. Madhya Pradesh Chief Minister Kamal Nath to contest by-election from Chhindwara assembly seat.
— ANI (@ANI) February 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion