શોધખોળ કરો
Advertisement
PM બનવાની ઇચ્છા નથી, મોદીના નેતૃત્વમાં બનાવીશું સરકારઃ નીતિન ગડકરી
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તે વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નીતિન ગડકરીએ કહ્યું કે, વડાપ્રધાન બનવાનો તેમનો કોઇ એજન્ડા, ઇચ્છા કે સ્વપ્ન નથી
નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તે વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નીતિન ગડકરીએ કહ્યું કે, વડાપ્રધાન બનવાનો તેમનો કોઇ એજન્ડા, ઇચ્છા કે સ્વપ્ન નથી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે જો ભાજપને બહુમત નહી મળે તો સાથી પક્ષો વડાપ્રધાનને ચહેરો કોઇ અન્યને પસંદ કરવાનું કહે છે તો તેમનું નામ આગળ કરવામાં આવી શકે છે. ત્યારે ગડકરીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી અમારા નેતા છે અને તે આપણા વડાપ્રધાન બનશે.
ગડકરીએ કહ્યું કે, ભાજપના નેતૃત્વમાં એનડીએને પૂર્ણ બહુમત મળશે અને મોદીના નેતૃત્વમાં તે સરકાર બનાવશે. કેટલી બેઠકો મળશે તેવા પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ઓડિશા, પશ્વિમ બંગાળ અને કેરળથી ભાજપને અનેક બેઠકો મળશે. એટલે સુધી કે ઉત્તર પ્રદેશમાં એવી સ્થિતિ નહી હોય જેવું કેટલા લોકો વિચારી રહ્યા છે. ગડકરીએ કહ્યું કે, રાજનીતિમાં હંમેશા બે પ્લસ બે ચાર નથી હોતા. આ સમીકરણને અંકગણિતના આધાર પર સમજી શકાય નહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement