Gujarat Election 2022: PM મોદી આજે 4 સભા ગજવશે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કરશે પ્રચાર
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
Gujarat Election 2022:Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે રાજકીય પાર્ટી તાબડતોબ રેલી અને જનસભા યોજી રહી છે આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં 4 વિસ્તારમાં સભાને ગજવશે. તેઓ આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સભા યોજશે. પાલનપુર, મોડાસા, દેહગામ, બાવળામાં PM મોદી સભા ગજવશે. જેમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે પાલનપુર પહોંચશે. આ બાદ બપોરે 1 વાગ્યે તેઓ મોડાસા જશે, બપોરે 2.30 વાગ્યે તેઓ દહેગામ અને સાંજે 4 વાગ્યે બાવળામાં જનસભાને સંબોધન કરશે.
મનસુખ માંડવિયા યોજશે સભા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આજે ગુજરાતમાં 4 સભાને સંબોધિત કરશે. તેઓ સવારે 10 વાગ્યે ટંકારા જશે બાદ 12.20 ગીર સોમનાથ જશે. તો ઉનામાં સાંજે 4.45 વાગ્યે સભાને સંબોધિત કરશે. સાંજે 6 વાગ્યે ભૂજમાં સભા ગજવશે. તો પંજાબના AAPના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાજપીપળામાં રોડ- શો કરશે અને જનસભા ગજવશે.તેઓ નાંદોદના AAPના ઉમેદવાર માટે કરશે પ્રચાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થશે, એક અને 5 ડિસેમ્બરે, જ્યારે મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે થશે. ગુજરાતની કુલ 182 સભ્યોની વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં છેલ્લી છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત જીત નોંધાવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
Bharat Jodo Yatra: રાહુલ ગાંધીને મળ્યો બહેન પ્રિયંકા ગાંધીનો સાથ, મધ્યપ્રદેશના ખંડવામાં ભારત જોડો યાત્રામાં થયા સામેલ
Bharat Jodo Yatra In MP: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' દક્ષિણ અને પશ્ચિમના છ રાજ્યોમાંથી પસાર થઈ છે અને ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં પ્રવેશ કર્યો છે. 3,570 કિલોમીટરની પદયાત્રા આજે રાજ્યમાં બોરગોન ગામથી શરૂ થઈ હતી જ્યાં રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી પણ પદયાત્રામાં જોડાયા હતા.
5 ડિસેમ્બરે યાત્રા રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા છ જિલ્લા બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને આગર-માલવાના 25-30 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થઈને મધ્ય પ્રદેશમાં 399 કિલોમીટરનું અંતર કાપશે. મધ્યપ્રદેશની પાંચ લોકસભા સીટો ભારત જોડો યાત્રાના માર્ગમાં આવે છે. ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને દેવાસ. આ તમામ બેઠકો પર ભાજપનો કબજો છે.
કોંગ્રેસની નજર 16 બેઠકો પર છે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનું ધ્યાન રૂટની તે 16 વિધાનસભા સીટો પર છે. જેના પર હાલમાં ભાજપનો કબજો છે. પાર્ટી 2023ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 16 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. કોંગ્રેસે રાજ્યમાં 2018 ની વિધાનસભા ચૂંટણી જીતી હતી, પરંતુ કમલનાથની આગેવાની હેઠળની તેની સરકાર બે વર્ષ પછી પડી ગઈ હતી કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયા 20 થી વધુ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. આ પછી રાજ્યમાં ભાજપની સરકાર બની.
મોદી સરકાર ભડક્યા રાહુલ ગાંધી
બુરહાનપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં એક જાહેર રેલીમાં બોલતા રાહુલ ગાંધીએ મોંઘવારી, અગ્નિવીર યોજનામાં કથિત ખામીઓ અને સરકારી સંસ્થાઓના ખાનગીકરણ તરફ ઈશારો કરીને નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે નોટબંધી અને GST એ કોઈ નીતિ નથી, તે એક હથિયાર છે. આ એવા હથિયારો છે જેનો ઉપયોગ નાના વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને MSMEને મારવા માટે કરવામાં આવ્યો હતો. તેણે વેપારીઓની કમર તોડી નાખી છે.
ચાર વર્ષ પછી અગ્નવીર બેરોજગાર થઈ જશે
નવી આર્મી ભરતી યોજના પર રાહુલે કહ્યું હતું કે સરકાર અને ભારતીય સેના વચ્ચે પવિત્ર સંબંધ હતો પરંતુ હવે મોદીની અગ્નિવીર યોજનાએ આ સંબંધ તોડી નાખ્યો છે. ચાર વર્ષની સેવા બાદ તેઓ બેરોજગાર થઈ જશે.