શોધખોળ કરો
'23મીએ ભલભલાની ગરમી કાઢી નાંખવાની છે', હિંમતનગરમાં મોદીનો વિપક્ષ પર પ્રહાર
મોદી ગુજરાતમાં હિંમતનગર બાદ સુરેન્દ્રનગર અને આણંદમાં મોટી જનસભાને સંબોધશે. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતાં કહ્યું કે, મને તમે ગુજરાતમાંથી દિલ્હી મોકલ્યો તો ગાંધી પરિવાર રોડ પર આવી ગયો, હવે બીજીવાર મોકલશો તો જેલમાં હશે
હિંમતનગર: પીએમ મોદીએ આજે ગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અને ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા, મોદીની રેલી ગુજરાતમાં સાબરકાંઠાના હિંમતનગરથી શરૂ થઇ હતી. મોદી ગુજરાતમાં હિંમતનગર બાદ સુરેન્દ્રનગર અને આણંદમાં મોટી જનસભાને સંબોધશે. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતાં કહ્યું કે, મને તમે ગુજરાતમાંથી દિલ્હી મોકલ્યો તો ગાંધી પરિવાર રોડ પર આવી ગયો, હવે બીજીવાર મોકલશો તો જેલમાં હશે.
હિંમતનગરમાં પીએમ મોદી માટે રેલી યોજવા માટે ખાસ ડૂમ બનાવવામાં આવ્યા હતા. ગઇકાલે આવેલા વાવાઝોડાના કારણે ડૂમમાં ભારે નુકશાન થયુ હતુ, મંડપ સહિત ખુરશીઓ ઉડી હતી. મોદીએ રેલીને સંબોધતા લોકો પાસે ફીર એકવાર મોદી સરકારના નારા લગાવડાવ્યા હતા. કહ્યું કે, મને હરાવવા આખો પરિવાર મેદાનમાં આવી ગયો છે, પણ તમે જોજો 23મીએ ભલભલાની ગરમી કાઢી નાંખશે દેશની જનતા.
મોદીએ સાંબરકાંઠાના લોકોને ઉદ્દેશીને કહ્યું કે, પહેલા દેશના વડાપ્રધાનને સાબરકાંઠામાં આવવાનો સમય નહોતો પરંતુ તમારો આ વડાપ્રધાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી ને પણ અહીં લઇ આવ્યો છે.
વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે હિંમતનગર જંગી જનસભાને સંબોધવા પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement