શોધખોળ કરો
Advertisement
મોદી કેબિનેટમાં 50 નેતાઓને મળી શકે છે મંત્રી પદ, શિવસેના અને અકાલી દળના નામ નક્કી કર્યા
સુત્રોનું કહેવુ છે કે નવા મોદી મંત્રી મંડળમાં પહેલા કાર્યકાળના 4-6 મોટા નેતાઓને બાદ કરતાં લગભગ બધા જુના ચહેરા ફરી એકવાર મંત્રી પદના શપથ લેશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા કાર્યકાળ માટે સાંજે સાત વાગે શપથ લેશે. તેની સાથે તે નેતાઓને પણ શપથ અપાવવામાં આવશે જે મોદી કેબિનેટમાં સામેલ હશે. સુત્રો અનુસાર, આજે 50 નેતાઓને મંત્રી પદની શપથ લેવડાવવામાં આવશે.
સુત્રોનું કહેવુ છે કે નવા મોદી મંત્રી મંડળમાં પહેલા કાર્યકાળના 4-6 મોટા નેતાઓને બાદ કરતાં લગભગ બધા જુના ચહેરા ફરી એકવાર મંત્રી પદના શપથ લેશે.
નાણામંત્રીએ ખરાબ સ્વાસ્થયનો હવાલો આપીને મંત્રીનો ઇનકાર કરી દીધો છે ત્યારે તેમની જગ્યાએ પિયુષ ગોયલ નાણાખાતુ સંભાળી શકે છે. બીજેપી અધ્યક્ષ અમિતના મંત્રી બનવાની અટકળો તેજ છે, તો બીજીબાજુ સુષ્મા સ્વરાજને લઇને સસ્પેન્સ યથાવત છે. જોકે, હજુ સુધી બીજેપીએ સરકારના સંભવિત સભ્યો વિશે કોઇપણ સત્તાવાર નિવેદન આપ્યુ નથી.
માનવામાં આવે છે કે, રાહુલ હરાવનારી સ્મૃતિ ઇરાની, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન જેવા વરિષ્ઠ નેતાઓને બીજીવાર નરેન્દ્ર મોદીની સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે. ઉપરાંત રાજ્યવર્ધન સિંહ રાઠોક, જનરલ વી કે સિંહ, નરેન્દ્ર સિંહ તોમર, થાવરચંદ ગેહલોત, મુખ્તાર અબ્બાસ નકવી, જિતેન્દ્ર સિંહ પણને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
એક રિપોર્ટ અનુસાર, મોદી કેબિનેટમાં જેડીયુ, શિવસેના, એલજેપી, એઆઇડીએમકે, અપના દલ અને અકાલી દળના નેતાઓને પણ જગ્યા મળી શકે છે. સુત્રો અનુસાર, મોદી સરકારમાં શિવસેના તરફથી અરવિંદ સાવંત મત્રી બનશે, જ્યારે અકાલી દળ તરફથી હરસિમરત કૌર મંત્રી પદના શપથ લઇ શકે છે, પહેલા કાર્યકાળમાં ફૂડ પ્રૉસેસિંગ મંત્રી હતા.
નોંધનીય છે કે, ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement