શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત, 11 એપ્રિલે મતદાન
પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 91 લોકસભા બેઠકો માટે મતદાન થશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન અગાઉ મંગળવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા હતા. આગામી 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 91 લોકસભા બેઠકો માટે મતદાન થશે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓએ અનેક રાજ્યોમાં પ્રચાર કર્યો. જ્યારે કોગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો હતો.
ચૂંટણી પંચ દ્ધારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, પ્રથમ તબક્કામાં મોટાભાગની બેઠકો પર મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી થશે. જોકે, નક્સલ પ્રભાવિત વિસ્તારો અને પૂર્વોત્તર રાજ્યોમાં મતદાન સવારે સાત વાગ્યાથી લઇને સાંજે પાંચ વાગ્યા સુધી અથવા સવારે સાત વાગ્યાથી લઇને સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપના એક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર હશે. આ દિવસે મતદાતાઓ ગાજિયાબાદ બેઠક પર વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ, નાગપુરથી કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના ભવિષ્ય પર નિર્ણય કરશે. 11 એપ્રિલના રોજ કેન્દ્રિય મંત્રી મહેશ શર્માની બેઠક ગૌતમબુદ્ધ નગર અને કેન્દ્રિય મંત્રી સંજીવ બાલિયાનની બેઠક મુઝફ્ફરનગર અને સત્યપાલ સિંહની બેઠક બાગપત પણ મતદાન થશે.
પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, અરુણાચલપ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને તેલંગણાની તમામ લોકસભા ચૂંટણી પર મતદાન થશે. તે સિવાય ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો (સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાજિયાબાદ અને નોઇડા) અને બિહારની ચાર બેઠકો (ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઇ), આસામની પાંચ અને મહારાષ્ટ્રની સાત અને ઓડિશાની ચાર અને પશ્વિમ બંગાળની બે બેઠકો પર મતદાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement