શોધખોળ કરો
Advertisement
વારાણસીથી PM મોદી સામે ચૂંટણી ન લડવા અંગે પ્રિયંકા ગાંધીએ શું આપ્યું કારણ ? જાણો વિગત
ઉત્તરપ્રદેશની હાઇપ્રોફાઇલ સીટ વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી સામે ચૂંટણી નહીં લડવાને લઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રથમ વખત નિવેદન આપ્યું.
વારાણસીઃ ઉત્તરપ્રદેશની હાઇપ્રોફાઇલ સીટ વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી સામે ચૂંટણી નહીં લડવાને લઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મારા પર યુપીમાં પ્રચારની જવાબદારી છે. એક નહીં પણ 41 સીટ પર પાર્ટીને જીતાડવાની જવાબદારી છે. એક સ્થાન પર રહીને આવું શક્ય નહોતું.
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે, ચૂંટણી અભિયાનની જવાબદારી જોતા પાર્ટીએ સામૂહિક રીતે એવો ફેંસલો લીધો કે હાલ મારે વારાણસીમાં ચૂંટણી ન લડવી જોઈએ. અનેક બેઠકો પર પાર્ટીના ઉમેદવારો મને ચૂંટણી પ્રચાર માટે બોલાવવા ઇચ્છતા હતા. આ સ્થિતિમાં હું કોઇને નિરાશ કરવા નહોતી માંગતી.
રાયબરેલમીં સોનિયા ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલી પ્રિયંકા ગાંધીને જ્યારે કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાનું કહ્યું તો તેણે કાર્યકર્તાઓને પૂછ્યું કે, વારાણસીથી ચૂંટણી લડુ ? પ્રિયંકાના આ નિવેદન બાદ તેઓ વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડે તેવી અટકળો થતી હતી. પરંતુ કોંગ્રેસે 2014માં મોદી સામે લડેલા અજય રાયને ફરીથી ટિકિટ આપી છે.
સની દેઓલે PM સાથે કરી મુલાકાત,મોદીએ કહ્યું- હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા
એવેન્જર્સ એંડગેમ બની રેકોર્ડ બ્રેકર, 2 દિવસમાં જ કમાણી 100 કરોડને પાર
વિરાટ કોહલીએ શેર કર્યું વોટર આઈડી કાર્ડ, જાણો કઇ તારીખે ક્યાંથી કરશે મતદાન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement