શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન ચૂંટણી પરિણામ: તમામ બેઠકો પર પરિણામ જાહેર, જાણો કૉંગ્રેસને કેટલી મળી?
જયપુર: રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર ચૂંટણી પરિણામ આવી ગયું છે. અહીં કૉંગ્રેસ પાર્ટી સ્પષ્ટ બહુમત પાર્ટી તરીકે ઉભરી આવી છે. 199 બેઠકોમાંથી કૉંગ્રેસને 99 બેઠકો પર મોટી જીત મળી છે. જ્યારે ભાજપને 73 બેઠકો પર જીત મળી છે. ઝાલરાપાટન બેઠક પરથી રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેનો વિજય થયો છે. જ્યારે સરદારપુરા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર અશોક ગેહલોતનો વિજય થયો છે. ટોંક બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર સચિન પાયલટનો વિજય થયો છે.
- અશોક ગેહલોતે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીના સંકેત છે. રાજસ્થાનમાં અમને પૂર્ણ બહુમત મળશે. અન્ય દળો પણ અમને સાથ આપે.
રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ વિધાનસભા ચૂંટણી જીતવા બદલ કૉંગ્રેસને અભિનંદન આપ્યા હતા. વસુંધરા રાજેએ કહ્યું કે ‘હું જનાદેશનો સ્વીકાર કરું છું. ભાજપે છેલ્લા પાંચ વર્ષોમાં ઘણું બધુ કામ કર્યું. મને આશા છે કે કૉંગ્રેસ પાર્ટી તે નીતિ અને કાર્યોને આગળ વધારશે.’
- જ્યારે સ્પષ્ટ બહુમતી તરફથી આગળ વધી રહેલી કોગ્રેસના નેતા સચિન પાયલટે જીત બદલ કાર્યકરો અને પ્રજાનો આભાર માન્યો હતો. સચિને કહ્યું કે, અમે રાજસ્થાનમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ. મુખ્યમંત્રીના પદ પર તેમણે કહ્યું કે, આ અંગે ધારાસભ્યો અને કોગ્રેસના હાઇકમાન્ડ નક્કી કરશે. રાહુલ ગાંધી ગયા વર્ષે આજના દિવસે કોગ્રેસ અધ્યક્ષ બન્યા હતા જેથી તેમના માટે આનાથી સારી ભેટ શું હોઇ શકે છે.
અહીં તમામ બેઠકો પર 6 ડિસેમ્બરના મતદાન થયું હતું.રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. રાજ્યમાં વિધાસભા ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. રાજસ્થાન વિધાસભામાં 200 બેઠકો છે અને 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. બહુમત માટે 100 બેઠકો મેળવવી જરૂરી છે. અહીં એક બેઠક પર ઉમેદવારના મોતના કારણે 199 બેઠકો પર ચૂંટણી થઈ હતી.
2013માં ભાજપને 163 બેઠકો પર જીત મળી હતી અને પાર્ટીને 46.03 ટકા મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસ 34.27 ટકા મત શેર સાથે માત્ર 21 બેઠકો પર જીત મેળવી શકી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion