Election Result 2023: એક્ઝિટ પોલ આવતાં જ રાજસ્થાનમાં અપક્ષ અને બળવાખોર ઉમેદવારોની બોલબાલા? BJP-કોંગ્રેસ કરી રહ્યા છે સંપર્ક
રાજસ્થાન માટે અત્યાર સુધીમાં કુલ 10 એક્ઝિટ પોલ સામે આવ્યા છે. તેમાંથી 6માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની વાત છે જ્યારે ત્રણ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ દ્વારા સત્તામાં વાપસીનો દાવો કરવામાં આવ્યો છે.
Assembly Election 2023 News: રાજસ્થાનમાં ફરી એકવાર રાજકીય (Rajasthan Assembly Elections Results 223) ગરમાવો વધી ગયો છે. 200માંથી 199 વિધાનસભા બેઠકો ચૂંટણી બાદ રવિવારે મતગણતરી થશે. મતગણતરી (Vote Counting) પહેલા એક તરફ કોંગ્રેસ (congress) સતત બીજી જીતનો દાવો કરી રહી છે તો બીજી તરફ ભાજપ (BJP) સત્તામાં પરત ફરવાની વાત કરી રહી છે. બંનેમાંથી કયો દાવા સાચા સાબિત થાય છે તે તો પરિણામ બાદ જ ખબર પડશે.
દરમિયાન, એક્ઝિટ પોલ્સે અહીંની સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી છે. રાજસ્થાનના એક્ઝિટ પોલ પર નજર કરીએ તો ત્રિશંકુ વિધાનસભાની સંભાવના છે. આવી સ્થિતિમાં એક્ઝિટ પોલ આવતા જ અપક્ષ અને બળવાખોર ઉમેદવારોની બોલબાલા છે, ભાજપ અને કોંગ્રેસ બંને આવા ઉમેદવારોનો સંપર્ક કરી રહ્યા છે.
અચાનક આવ્યા ચર્ચામાં
રાજસ્થાન માટે અત્યાર સુધીમાં કુલ 10 એક્ઝિટ પોલ સામે આવ્યા છે. તેમાંથી 6માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની વાત છે જ્યારે ત્રણ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ દ્વારા સત્તામાં વાપસીનો દાવો કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે જોરદાર ટક્કર થશે. બંને વચ્ચે કઠિન અને ગાઢ સ્પર્ધાને જોતાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા નકારી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં તેઓ જેની સાથે જશે તે અપક્ષ ઉમેદવાર સરકાર બનાવી શકશે.
આ રીતે બળવાખોરો અને અપક્ષો બાજી ફેરવી શકે છે
જો કોંગ્રેસ અને ભાજપને અહીં સ્પષ્ટ બહુમતી નહીં મળે તો આવી સ્થિતિમાં બળવાખોરો અને અપક્ષો જ કોઈ એક પક્ષની સરકાર બનાવી શકે છે. મળતી માહિતી મુજબ, ભાજપમાંથી બળવો કરનાર 32 જેટલા ઉમેદવારો અને કોંગ્રેસમાંથી બળવો કરનાર 22 ઉમેદવારો અપક્ષ તરીકે ઉભા રહ્યા હતા. જો તેમાંથી અડધો અડધ જીતે તો પણ તેઓ જેની સાથે જશે તે પક્ષ સરકાર બનાવી શકશે.
એક્ઝિટ પોલમાં પણ નાની પાર્ટીઓની તાકાત જોવા મળી
ઘણા એક્ઝિટ પોલે અનુમાન લગાવ્યું છે કે રાજસ્થાનમાં બસપાને 1-2 બેઠકો મળી શકે છે. આ સિવાય કેટલાક અન્ય નાના પક્ષો મળીને 8-16 સીટો જીતી શકે છે. એટલું જ નહીં કેટલાક અપક્ષ ઉમેદવારો પણ જીત નોંધાવશે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે રાજસ્થાનમાં નાની પાર્ટીઓ પણ સરકાર બનાવવામાં તેમનો દમ બતાવી શકે છે.