શોધખોળ કરો
Advertisement
‘ગુજરાતમાં બે-ત્રણ જગ્યાએ તકલીફ છે પરંતુ અમે નિરાકરણ લાવીશું’ આવું કોંગ્રેસના કયા ટોચના નેતાએ આપ્યું નિવેદન? જાણો વિગત
લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ 10 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. હવે તેઓ દરેક બેઠકનું નિરીક્ષણ કરશે. આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ખુદ બે-ત્રણ બેઠકો પર કકળાટ હોવાનો સ્વીકાર કર્યો હતો.
અમદાવાદ: લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ 10 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. હવે તેઓ દરેક બેઠકનું નિરીક્ષણ કરશે. આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ખુદ બે-ત્રણ બેઠકો પર કકળાટ હોવાનો સ્વીકાર કર્યો હતો.
રાજીવે જણાવ્યું હતું કે, બે ત્રણ જગ્યાએ તકલીફ છે પરંતુ તે કોઈ મોટો પ્રોબ્લેમ નથી. અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું. કોંગ્રેસે OBC અને પાટીદારોને ટીકિટ આપવા અંગે સાતવે જણાવ્યું હતું કે, અમે એક વર્ષ સુધી ઉમેદવારો અંગે અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ અમે આ નિર્ણય પર આવ્યા છીએ. આ વખતે કોંગ્રેસે ગુજરાતમાં જીતી શકે તેવા ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે.
સાતવે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ગુજરાત પાસે ઘણી અપેક્ષા છે. ગુજરાત કોંગ્રેસ સાથે રહ્યું છે અને આગળ પણ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતમાં 13થી વધારે બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. અમે ચૂંટણીમાં ગુજરાતમાંથી આશ્ચર્ય જનક પરિણામો લાવીશું. ગુજરાતની જનતા અમારી પાસે અપેક્ષા રાખીને બેઠી છે. હું પ્રભારી બન્યો ત્યારથી સતત કહેતો આવ્યો છું કે, ગુજરાત દેશને આશ્ચર્ય જનક પરિણામ આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement